ભૃગુ ઋષિ બ્રિજ પાસે પાર્ક કરેલી બે કારમાંથી સાયલેન્સરની ચોરી | Silencers stolen from two cars parked near Bhrigu Rishi Bridge

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ભરૂચમાં કારના સાયલેન્સરની ચોરી કરતી ટોળકી સક્રિય બની

ભોલાવ ગામે ભૃગુઋષી બ્રીજ પાસે રહેતાં બે ભાઇઓની ઇકો કારના ઓરિજનલ સાયલન્સરની કોઇ ગઠિયાઓએ ચોરી કરી તેના બદલામાં જૂનું સાયલન્સર લગાવી ફરાર થઇ ગયાં હતાં. ભરૂચ શહેરના ભૃગુઋષી બ્રીજની બાજુમાં ભોલાવ ગામમાં જવાના રસ્તા પર રહેતાં કનૈયાલાલ અગ્રવાલના ભાઇ રાકેશ નારાયણદાસ અગ્રવાલ તક્ષશીલા એપાર્ટમેન્ટ ખાતે રહે છે. તેમના ભાઇ રાકેશ અગ્રવાલ પાંચેક દિવસ પહેલાં રાજસ્થાન ખાતે તેમની કુળદેવીના દર્શનાર્થે ગયાં હતાં. જેથી તેમની ઇકો કાર કનૈયાલાલને આપી ગયાં હતાં.

જેના પગલે તેમણે પોતાની અને તેમના ભાઇની એમ બન્ને ઇકો કાર તેેમના ઘર પાસે પાર્ક કરી હતી. દરમિયાનમાં ગત 6 ઓગષ્ટની રાત્રીએ કોઇ ગઠિયાઓએ બન્ને કારના ઓરિજનલ સાયલન્સર કાઢી તેના બદલામાં જૂના સાયલન્સર લગાવી ફરાર થઇ ગયાં હતાં. સવારે તેઓ કામ અર્થે તેમની કાર લઇને જવાની કવાયતમાં હતાં. ત્યારે કારનો અવાજ બદલાયેલો જણાતાં તપાસ કરતાં સાયલન્સર બદલાયેલું હોવાનું માલુમ પડ્યું હતું.

સાયલેન્સરમાંની પેલેડિયમ ધાતુ માટે ચોરી
કારમાં એમિશનના સ્ટાન્ડર્ડ જાળવવા માટે એક્ઝોસ્ટ સિસ્ટમમાં કન્વર્ટર હોય છે. જેમાં પેલેડિયમ પાવડરનો ઉપયોગ થાય છે. જે અવાજ ઓછો કરવા સાથે પોલ્યુશન ફલ્ટરનું કામ કરે છે. પેલેડિયમ પાવડરનો ભાવ ગ્રામ દીઠ 5થી 6 હજાર રૂપિયા જેટલો છે. ઉપરાંત ઇકો કારનું સાયલેન્સર કાઢવું સરળ હોઇ તસ્કરો આ કારને જ વધુ ટાર્ગેટ કરે છે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

أحدث أقدم