Tuesday, August 2, 2022

માચિસથી રમતી બહેને દીવાસળી પેટાવી, છ મહિનાનો ભાઇ ભડથું | The sister playing with matches burnt the lamp, the six-month-old brother went crazy

હળવદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • હળવદના ઘનશ્યામપુરની ઘટના: શ્રમિક પરિવાર સ્તબ્ધ

હળવદના ઘનશ્યામપુરમાં બાકસથી રમી રહેલી બહેને ભૂલથી દિવાસળી સળગાવી દીધી હતી અને દીવાસળી પેટાઇ જતાં તે ડરી ગઇ અને દિવાસળીનો દુર ઘા કર્યો હતો અને તે ખાટલામાં પડી, જેથી ખાટલામાં સુતેલો 6 જ માસનો ભાઇ ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેને સારવારમાં ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને ભાઇનું મોત નીપજતાં શ્રમિક પરિવાર સ્તબ્ધ બની ગયો હતો.

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલી વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના બે બાળકો ત્યાં ઘર પાસે હતા ત્યારે છ માસનો નાનો બાળક ખાટલા ઉપર સૂતો હતો અને તેની ત્રણ વર્ષની બહેન ત્યાં બાકસની દિવાસળી વડે રમતી હતી, એ દરમ્યાન રમતા રમતા દીવાસળી સળગી ગઇ હતી અને બાળકીએ તેનો ઘા કરી દેતાં તે ખાટલા ઉપર પડી હતી.

ઘનશ્યામપુર ગામની સીમમાં મેરામણભાઈ સામતભાઈ સગરની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ ચૌહાણનો છ માસનો દીકરો રાજેશ વાડીએ ખાટલા ઉપર સૂતો હતો અને ત્યાં તેની ત્રણ વર્ષની દીકરી અનિશા બાકસ વડે રમતી હતી. દરમિયાન ભૂલથી અનિશાએ બાકસની દીવાસળી સળગાવી દેતા તે દીવાસળી ખાટલા ઉપર પડી હતી અને રાજેશ શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો.

જેથી તેને સારવાર માટે લઈને ગયા હતા. જો કે, સારવાર કારગત ન નિવડતા છ માસના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. જેથી અકસ્માતે મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…