છોટા ઉદેપુર21 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગત તારીખ 09/08/2022થી તારીખ 10/08/2022 દરમિયાન તીરંદાજી અસોસીએશન ઓફ ગુજરાત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ખેડા જિલ્લા દ્વારા આયોજીત નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ઓપન વિભાગ તીરંદાજી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં કુલ 12 જિલ્લાના 200 ખેલાડીઓએ ભાગ લીધો હતો, તીરંદાજી રમતની અલગ અલગ ધનુષની કેટેગરી જેવી કે ઇન્ડિયન ધનુષ, રીકર્વ ધનુષ અને કંપાઉન્ડ ધનુષની સ્પર્ધા યોજાઈ આ સ્પર્ધામાં એક થી ચાર નંબર પ્રાપ્ત કરનાર ભાઈઓ બહેનોની ટીમ આગામી સમયમાં તારીખ 28 થી 10/10 તારીખના રોજ અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ શહેરમાં યોજાનાર નેશનલ ગેમ્સમાં ભાગ લેવા જશે, ગુજરાતમાં ઇતિહાસમાં પ્રથમવાર યોજાનાર નેશનલ ગેમ્સ ગુજરાતના ખેલાડીઓ માટે પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે.

પ્રથમવાર યોજાનાર નેશનલ ગેમ્સમાં મેડલ જીતવું અનિવાર્ય બની રહેશે
નડિયાદ ખાતે યોજાયલ તીરંદાજી રમત નેશનલ ગેમ્સ પસંદગી ટીમમાં છોટાઉદેપુરના નસવાડી ખાતેની એકલવ્ય તીરંદાજી એકેડેમીમાં તાલીમ મેળવતા કુલ છ તીરંદાજો ટીમમાં પસંદગી પામ્યા રિકર્વ ધનુષમાં ભીલ ભીંગાભાઈ અને વસાવા કમલેશભાઈ બાજી મારી, કંપાઉન્ડ વિભાગમાં રાઠવા મુકેશભાઈ અને રાઠવા પાયલબેન પ્રથમ નંબરે પસંદગી પામ્યા છે, ઇન્ડિયન વિભાગમા ભીલ કૌશલભાઈ દિલીપભાઈ રતનપુરા વાળા અને રાઠવા સુરેશભાઈ (કંવાટ ઉમઠી) એસ. આર. પી જમાદાર કેવડીયા ગ્રુપની પસંદગી થઇ છે, આ તમામ ખેલાડીઓના કોચ દિનેશભાઈ ભીલ જોઇન્ટ સેક્રેટરી તીરંદાજી એસોસીએશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પ્રથમવાર યોજાનાર નેશનલ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓ માટે મેડલો જીતવું ગુજરાત રાજ્ય માટે અનિવાર્ય બની રહેશે.
મેડલો જીતશે તેવી આશા
જે પ્રમાણે અત્યારે ખેલાડીઓ રાત દિવસ રોજની 8 થી 10 કલાક પ્રેક્ટિસ કરી રહ્યા છે. નેશનલ ગેમ્સની પૂર્વ તૈયારી માટે તારીખ 11/08/2022થી 28/09/2022 સુધી અમદાવાદ સંસ્કાર ધામ ખાતે તાલીમ લેશે, જેમાં તમામ પ્રકારની સુવિધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવી છે. જેમાં એક્સપર્ટ કોચ, ફિજીયોથેરાપિસ્ટ, યોગા મેડીટેશન, સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ, ફિટનેસ ટ્રેનર વગેરે તમામ સગવડો સરકાર દ્વારા આ તીરંદાજો માટે કરવામાં આવી છે, તીરંદાજી કોચ દિનેશભાઈ ભીલનાં જણાવ્યા પ્રમાણે આ ખેલાડીઓને જે પ્રમાણે સુવિધા આપવામાં આવી છે તે જોતા તીરંદાજો મેડલો જીતશે તેવી આશા વ્યક્ત કરી છે અને તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી છે.
https://images.bhaskarassets.com/web2images/960/2022/08/12/30e9602f-0754-4718-8361-1baf22e12944_1660269263680.jpg
0 comments:
Post a Comment