અમરેલીમાં વડીયાના ખડખડ ગામની ST બસ બે દિવસમાં શરૂ ન થાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી | If ST bus is not started in Khakhad village of Vadiya in Amreli, stop the road movement.
અમરેલી11 મિનિટ પહેલા
- કૉપી લિંક
- એસ.ટી બસ બંધ હોવને કારણે ગ્રામજનો મુશ્કેલીમા મુકાયા
અમરેલી જિલ્લામાં આવેલ છેવાડામાં વિસ્તાર વડીયા નજીક ખડખડ ગામમાં એસ.ટી બસ બંધ થવાના કારણે ગ્રામજનોમાં રોષ સાથે એસ.ટી.વિભાગ સામે નારાજગી જોવા મળી રહી છે. ગામના સરપંચ વનિતાબેન મુકેશભાઈ ભેસાણીયા દ્વારા બગસરા એસ.ટી.ડેપોને પત્ર દ્વારા રજુઆત કરી ડિવિઝન સહિત ઉચ્ચ કક્ષાએ પત્ર ફોરવર્ડ કર્યો છે. એસ.ટી.વિભાગને રૂબરૂ ટેલિફોનિક રજુઆત કરવા છતાં વિદ્યાર્થીઓની એસ.ટી.બસો ડેપો મેનેજર દ્વારા બસ બંધ કરી દેવાય છે ત્યારે તારીખ 31-08-2022 સુધીમાં આ યોગ્ય નિર્ણય નહિ થાય તો રસ્તા રોકો આંદોલન તારીખ 01-09-2022ના રોજ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાનમાં આવશે.
ખડખડ ગ્રામ પંચાયત સરપંચ વનિતાબેન ભેસાણીયા એ વધુમાં કહ્યું હતું ડેપો મેનેજર એસ.ટી.વિભાગને વાંરવાર રજૂઆતો કરી છતાં કોઈ નિરાકરણ આવતું નથી જેના કારણે વિધાર્થીઓ પરેશાન થાય છે હવે એસ.ટી.વિભાગ ધ્યાન નહી આપે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.
Post a Comment