પાટણ4 મિનિટ પહેલા
- કૉપી લિંક
- સૌથી વધુ ભાગ લેનાર વિદ્યાર્થીની સંખ્યાનાં આધારે શાળા, કોલેજો અને યુનિ.ને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ટૂંક સમયમાં જ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G30)નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ધોરણ-9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ રાજ્યની ઉચ્ચ ટેક્નિકલ અને મેડીકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો, રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓ પણ આમાં ભાગ લેશે.
ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા યોજાશે
શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G30)ની ઓનલાઈન ક્વિઝમાં શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ક્વિઝમાં સૌથી વધુ ભાગ લેનાર વિદ્યાર્થીની સંખ્યાનાં આધારે રાજ્ય સરકાર દ્વારા શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે. આ જ રીતે તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકા, અને મ્યુનિસિપાલીટીમાં સૌથી વધુ ભાગ લેનાર સ્પર્ધકોની સંખ્યાને આધારે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટરઅને મ્યુનિસિપલ કમિશ્નરને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે.