દ્વારકાના સુરજકરાડી કૃષ્ણનગર સ્કૂલના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનમાં જઈ હથિયારી માહિતી મેળવી, પ્રત્યક્ષ શિક્ષણએ શિક્ષણનું અવિભાજય અંગ | Students of Surajakaradi Krishnanagar School, Dwarka visited the police station and received information on firearms, direct learning an integral part of education.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Students Of Surajakaradi Krishnanagar School, Dwarka Visited The Police Station And Received Information On Firearms, Direct Learning An Integral Part Of Education.

દ્વારકા ખંભાળિયા21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજ અભ્યાસ કરવાનાં માધ્યમો વિસ્તારી રહ્યા છે. ત્યારે બાળકને માત્ર વર્ગમાં બેસાડી અભ્યાસ કરાવવાથી વિશેષ પ્રત્યક્ષ મુલાકાત પણ શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રત્યક્ષ મુલાકાતની વાત સાંભળતા જ બાળકો ઝૂમી ઉઠ્યા અને પ્રશ્નોની વણઝાર શરૂ થઇ. ત્યારબાદ વિદ્યાર્થીઓએ મીઠાપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. પોલીસ સ્ટેશન પહોંચતા જ બાળકોમાં થોડી ગંભીરતા આવી. ત્યારબાદ પોલીસની કામગીરી સમજાવવામાં આવી. તેમની કામગીરી જેમ કે, પોલીસ કાયદાનું પાલન કરાવે, જરૂરિયાત ધરાવતા નાગરિકોને મદદ કરે, પોલીસ નો ફોન નંબર, મહિલા હેલ્પ નંબર, સંપર્ક માટેના વાયરલેસ ફોન વિશે માહિતી આપવામાં આવી. ત્યાંની જેલમાં મહિલા તેમજ પુરુષના અલગ વિભાગો અને રાયફલ બતાવવામાં આવી. આ રાયફલ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી.

ત્યારબાદ બીજા સ્થળ એટલે KGBV આરંભડા. આ શાળામાં ડ્રોપ આઉટ બાળાઓ, BPL કાર્ડ ધરાવતી બાળાઓ, સિંગલ પેરેન્ટ્સ, માતા પિતા વગરની બાળાઓ, આર્થિક પછાત બાળાઓને મેરીટ મુજબ પ્રવેશ મળે છે. આ શાળામાં ધોરણ 6 થી 12 છે. જેમાં ધોરણ 6 થી 8 માં હોસ્ટેલ સાથે સ્કૂલ છે. ધોરણ 9 થી 12 માટે માત્ર હોસ્ટેલ છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post