બ્લેક ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી તારા સુતરિયા, એરપોર્ટ લુકના ફેન્સ કરી રહ્યા છે વખાણ | Tara Sutaria was spotted at the airport in a black t shirt and shorts
API Publisher
Aug 27, 2022 | 8:12 PM
TV9 GUJARATI | Edited By: Nancy Nayak
Aug 27, 2022 | 8:12 PM

બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા તેની ફિલ્મો કરતાં વધુ તેના બોલ્ડ અને સ્ટનિંગ અવતાર માટે ચર્ચામાં રહે છે. તારા સુતારિયાની ફેશન સેન્સ અને ડ્રેસિંગ સ્ટાઇલના લાખો દિવાના છે.

હાલમાં જ તારા સુતારિયા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાંથી તેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. તેના લુક પર ફેન્સ ફિદા થઈ ગયા છે. આ લુકમાં તારા સુતારિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.

તારા સુતરિયાએ બ્લેક આઉટફિટ પહેર્યો છે. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. તેણે બ્લેક કલરનું ટી-શર્ટ પહેર્યું છે. સાથે જ તેના શોર્ટનો રંગ પણ કાળો છે.

તારાએ હાથમાં પાણીની બોટલ પકડી છે. સનગ્લાસમાં તારાનો આ લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસનો આ સ્ટનિંગ અવતાર લાખો ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે.

હાલમાં જ તારા સુતારિયા ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે જ્હોન અબ્રાહમ, દિશા પટની અને અર્જુન કપૂર પણ હતા.