શાકભાજી વેચવાની આડમાં નાના પેકિંગમાં ગાંજા નું વેચાણ કરનાર વધુ ત્રણ આરોપી ઝડપાયા | Three more accused were caught selling gaja in small packing under the guise of selling vegetables

મોરબી22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વાંકાનેર પંથક નશીલા દ્રવ્યોની હેરાફેરી માટે કુખ્યાત બની ગયું છે જ્યાં છાશવારે નશીલા દ્રવ્યોની હેરાફેરીનો પર્દાફાશ થતો હોય છે ત્યારે એસઓજી ટીમે લક્ષ્મીપરાના રહેણાંક વિસ્તારમાં દરોડો કરીને ૧૦ કિલો ગાંજાના જથ્થા સાથે મુસ્લિમ મહિલા સહીત બે આરોપીને બુધવારે રાત્રીના ઝડપી લીધા હતા તો વધુ ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે..

મોરબી એસઓજી ટીમ નશીલા દ્રવ્યોની હેરાફેરી રોકવા અને એન.ડી.પી.એસ. કેસો શોધી કાઢવા માટે કાર્યરત હોય દરમિયાન વાંકાનેર શહેરના લક્ષ્મીપરા શેરી નં ૦૩ માં રહેતા જુબેદાબેન ઉર્ફે જુબી હનીફ અલી ઘાંચી, ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદ ઉર્ફે નુરા ઘાંચી અને અલીમામદ હનીફ ઘાંચી પોતાના રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે રહેણાંક મકાન પર દરોડો કર્યો હતો.

જેમાં આરોપી જુબેદા ઘાંચીના રહેણાંક મકાનમાં દરોડો કરતા ગાંજો ૧૦ કિલો કીમત રૂ ૧ લાખ, રોકડ રૂ ૧૫,૫૦૦, મોબાઈલ નંગ ૦૨ કીમત રૂ ૨૫૦૦ અને વજન કાંટો મળીને કુલ રૂ ૧,૧૮.૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ આરોપી જુબેદા ઉર્ફે જુબી હનીફ અલી ઘાંચી અને ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદ ઉર્ફે નુરા ઘાંચી રહે બંને વાંકાનેર લક્ષ્મીપરા વાળાને ઝડપી લીધા લીધા હતા તેમજ અન્ય આરોપીના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચાલવી હતી જેમાં આરોપી છે જે મુદામાલ પોલીસ મથકમાં સોપવામાં આવ્યો છે.

તો ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં અન્ય આરોપીઓ અલીમામદ હનીફ ઘાંચી, ઈરફાન નુરમામદ મકવાણા અને નુરમામદ હાજી મકવાણાના નામો ખુલતા ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા તો હજુ એક આરોપી અબ્દુલ યુસુફ સૈયદ ફરાર હોય જેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

શાકભાજી વેચવાની આડમાં ગાંજો વેચતા ઝડપાયેલ આરોપી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ વહેલી સવાર શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચાણ માટે જતા અને તેની આડમાં નાના પેકિંગમાં ગાંજો વેચાણ કરતા હતા તેમજ ગેંગમાં અન્ય કેટલા ઈસમો સંડોવાયેલ છે તેની પણ પોલીસે તપાસ ચલાવી છે

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم