الأربعاء، 31 أغسطس 2022

ધુતારપર ગામની જ્વેલર્સ અને ગારમેન્ટની દુકાનમાં ચોરી કરનારા ત્રણ શખ્સો ઝડપાયા, ઘરેણા અને કપડા કબજે કરાયા | Three persons who stole from jewelers and garment shop of Dhutarpar village were caught, jewelery and clothes were seized.

જામનગર25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી

જામનગર નજીકના ધુતારપુર ગામે થોડા દિવસ અગાઉ ત્રણ સ્થળોએ ચાર તસ્કરોએ ચોરીને અંજામ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 4 તસ્કરો ચોરી કરી રહ્યાનું સીસીટીવીમાં પણ રેકોર્ડ થયું છે. આ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલવામાં જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાને સફળતા મળી છે.

ચોરીના આ બનાવની વિગત એવી છે કે, જામનગર નજીકના ધુતારપુર ગામે થોડા દિવસ અગાઉ જ્વેલર્સ તેમજ ગારમેન્ટની દુકાનમાં અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ હતી. જેમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન જામનગર એલસીબી શાખાને બાતમી મળી હતી કે,ચોરી કરનાર ત્રણ શખ્સો ચાંદી બજાર વિસ્તારમાં ચોરી કરેલ ચાંદીનો માલ વેચવા આવ્યા છે. જેથી એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં વેંચવા આવેલ ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા. દરમિયાન ત્રણેય શખ્સોની આકરી પૂછપરછ કરતાં ધુતારપર ગામે થયેલ ચોરી પોતે કર્યાની કબુલાત આપી હતી.

દરમિયાન ત્રણેય આરોપીઓ પાસેથી ચોરી કરેલ ચાંદીની વસ્તુઓ તેમજ ગારમેન્ટના કપડા સહિતનો કુલ રૂ.1,93,500નો મુદામાલ કબજે કરી રીમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.