- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- જામનગર
- આજે તેઓ જામનગરમાં વેપારીઓને મળશે અને સમસ્યાઓ જાણશે, કાલે તેઓ બોડેલીમાં જાહેર સભા કરશે અને બીજી બાંયધરી આપશે.
જામનગર26 મિનિટ પહેલા
- કૉપી લિંક
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ જામનગરમાં જન સંવાદ કાર્યક્રમમાં વેપારીઓ સાથે સંવાદ કરશે અને વેપારીઓ ની સમસ્યાઓ જાણશે. અરવિંદ કેજરીવાલ ખાસ કરીને MSME સેક્ટરના વેપારીઓની સમસ્યાઓ જાણશે.
વેપારીઓ સાથે સંવાદ કરશે
અરવિંદ કેજરીવાલ આવતીકાલે 6 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે જામનગર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી અરવિંદ કેજરીવાલ જનસંવાદ માટે રવાના થશે. બપોરે 3 કલાકે અરવિંદ કેજરીવાલ એક ટાઉન હોલ કાર્યક્રમમાં જામનગરના વેપારીઓ સાથે સંવાદ કરશે. આ પછી અરવિંદ કેજરીવાલ જામનગરથી વડોદરા જવા રવાના થશે. સાંજે 5 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પહોંચશે.
વિશાળ જન સંમેલન કાર્યક્રમમાં ભાગ લેશે
બીજા દિવસે 7 મી ઓગસ્ટે, અરવિંદ કેજરીવાલ છોટાઉદેપુર ના બોડેલી વિસ્તારમાં એક વિશાળ જન સંમેલન કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાં અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતા માટે બીજી નવી ગેરંટી જાહેર કરશે. અરવિંદ કેજરીવાલ ની આ ગેરંટી ગુજરાતના નબળા વર્ગના ગરીબ લોકો માટે મોટી આશાનું કિરણ સાબિત થશે. અરવિંદ કેજરીવાલ ના આ જન સંમેલન કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહેશે.