Vadodara: જુઓ વેસ્ટમાંથી બેસ્ટ, એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાંથી બનાવ્યા પાર્ટી વેર | The party wear made from single use plastic by the students of MS University left people watching

ફેશન ટેક્નોલોજી સંસ્થાના ટેક્સટાઈલ એન્ડ એપેરલ ટેક્નોલોજીના વર્ષ 2022ના વિદ્યાર્થીઓએ ફેશનેબલ કપડાં અને પાર્ટીના વસ્ત્રો (party wear) બનાવવા માટે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને ઇકોફ્રેન્ડલી વસ્ત્રો બનાવી રહ્યા છે.

Vadodara: જુઓ વેસ્ટમાંથી બેસ્ટ, એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાંથી બનાવ્યા પાર્ટી વેર

વિદ્યાર્થિનીઓએ સિંગલ યૂઝ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવ્યા વસ્ત્રો

કચરામાંથી કંચન… આ વાત કદાચ આપણે સાંભળી હશે, પરંતુ વડોદરાની (M.S. University) એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ વાત ખરા અર્થમાં ચરિતાર્થ કરી હતી અને નકામી પ્લાસ્ટિકની કોથળીઓ (Plastic bag) અને બિનજરૂરી લાગતી વસ્તુઓમાંથી એવા ડિઝાઇનર વેર (Designer wear) તૈયાર કર્યા કે લોકો તેને જોતા જ રહી ગયા. વસ્ત્રો જોતા એવું લાગતું જ નહોતું કે તે કચરામાંથી બનાવવામાં આવ્યા છે.

નકામી પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગથી પાર્ટીવેર ડિઝઇન કર્યા

એમ.એસ. યુનિવર્સિટિની પાંચ વિદ્યાર્થિનીઓ પૈકી સપના મહેશ્વરી, બિનલ કથેરિયા, ખુશી જૈન, જ્યોતિ પંડિત, કામાક્ષી કોઠારીએ તેમના અભ્યાસક્રમના અંતિમ વર્ષના પ્રોજેક્ટના ભાગરુપેદ્વારા નકામા રેપરના કચરાને ફેશન સ્ટેટમેન્ટમાં ફેરવીને ફેશન જગતમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.

સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉત્તમ ઉપયોગ

પર્યાવરણને બચાવવામાં માટે જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર સરકાર દ્વારા નિયંત્રણો રાખવામાં આવે છે તથા પ્લાસ્ટિકના રિસાઇકલ, રિયુઝ અને રીડ્યુસ ઉપર ભાર મૂકવામાં આવે છે ત્યારે ફેશન ટેક્નોલોજી સંસ્થાના ટેક્સટાઈલ એન્ડ એપેરલ ટેક્નોલોજીના વર્ષ 2022ના વિદ્યાર્થીઓએ ફેશનેબલ કપડાં અને પાર્ટીના વસ્ત્રો બનાવવા માટે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને ઇકોફ્રેન્ડલી વસ્ત્રો બનાવી રહ્યા છે.

પ્રારંભિક ધોરણે તેઓએ પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી 10 અલગ-અલગ વસ્ત્રો તૈયાર કર્યા છે અને તેઓ તેમના આ કાર્યને વ્યાપારી ધોરણે આગળ લઇ જઈને વ્યાપક બજારમાં મૂકવા માટેની યોજના બનાવી રહ્યા છે. વધુમાં તેઓ પોતાની બ્રાન્ડની લાઇન માટે પણ આયોજન કરી રહ્યા છે. સામાન્ય રીતે કચરામાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિકના રેપરનો સદ્ઉપયોગ કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો.

તેઓ તેમની કોલેજ તથા હોસ્ટેલની નજીકથી સારી માત્રામાં કચરો એકઠો કરીને તેનો ઉપયોગ નવા કપડાની અવનવી ડિઝાઇન કરવામાં કરે છે. તેઓ દ્વારા  ફેશનેબલ પાર્ટી વેર ડિઝાઇન બનાવવા માટે ઊન અને અન્ય સામગ્રીઓનું મિશ્રણ કરીને ખુબજ સુંદર વસ્ત્રો રજુ કરવામા આવ્યા હતા.

Best out of west in ms university

પ્લાસ્ટિકના રેપરમાંથી બનાવ્યા અવનવા વસ્ત્રો

એક વિદ્યાર્થીએ તેઓના આ કાર્ય વિશે જણાવતા કહ્યું કે “અમે સામાન્ય રીતે આ રેપર્સને અમારી કોલેજ, હોસ્ટેલ અને નજીકની દુકાનો પાસે ગમે ત્યાં ફેંકાયેલા જોયા છે અને તેનો સારો ઉપયોગ કરવા માટે કોઈ ઉકેલ શોધવાનો પ્રયાસ કરીએ છીએ. પ્રોફેસર ડૉ. અમૃતા દોશીના માર્ગદર્શનથી, અમે તે રેપર્સને એકત્રિત કર્યા, તેને સ્ટ્રીપ્સમાં કાપીને પછી તેનો ઉપયોગ કરી રહ્યા છે. ફેશનેબલ વસ્ત્રો ડિઝાઇન કરવામાં રેપરના સંગ્રહથી લઈને અંતિમ ઉત્પાદન સુધીનું એક ખૂબ જ જટીલ કાર્ય છે કારણ કે તેને પહેરવા યોગ્ય ફેબ્રિક બનાવવા માટે રેપર્સને અન્ય સામગ્રી સાથે મિશ્રિત કરવાની તકનીકની જરૂર છે.”

ઘણી જટિલ છે પ્રક્રિયા

આ અંગે  પ્રોફેસર ડૉ. અમૃતા દોશીએ જણાવતા કહ્યુ કે, “પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને કપડાં ડિઝાઇન કરવાની પ્રેરણા તેમને વડાપ્રધાન  નરેન્દ્ર  મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાંથી મળી છે. પર્યાવરણમાં નડતર બનતા એવા પ્લાસ્ટિકના કચરાને એકઠો કરીને પછી જરુરી પ્રક્રિયા કરીને પાર્ટી વેર તરીકે ડિઝાઇન કરી રહ્યા છે. આ આખી પ્રક્રિયા ખૂબ જ પડકારજનક હતી, કારણ કે વિદ્યાર્થીઓએ સૌપ્રથમ રેપરનો કચરો એકઠો કરીને સાફ કરવામાં કરે છે.

ત્યારબાદ પ્રક્રિયામાંથી પસાર થવા માટે તેની સ્ટ્રીપ્સ કાપ્યા બાદ તેમના ડિપાર્ટમેન્ટમાં સેમ્પલ લૂમ પરના તેમના ટ્રાયલ પછી તેઓ તેને અમદાવાદના વણકર પાસે વણાટ માટે આઉટસોર્સ કરે છે અને કપડા ડિઝાઇન કરવા માટે ફેબ્રિકમાં તેનો ઉપયોગ કરે છે. તેઓ આ ફેબ્રિકનો ‘પાર્ટી વેર’ થીમ સાથે ડિઝાઇન કરે છે જેને શિયાળાની ઋતુમાં પહેરી શકાય છે.

વધુમાં તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે આ વસ્ત્રોમાં ટકાઉ છે અને તે ઘરે સરળતાથી ધોઈ શકાય છે. વિદ્યાર્થીઓ હવે તેને ભવિષ્યમાં કોમર્શિયલ રીતે લોન્ચ કરવા માટે નવી ડિઝાઇન અજમાવી રહ્યા છે. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ કરવામા આવેલ ઇકોફ્રેન્ડલી વસ્ત્રોની પહેલ ખુબ જ સરાહનીય છે.

أحدث أقدم