વડોદરાના(Vadodara) માંડવીમાં જ્વેલર્સ શો(Jewellers) રૂમમાં ચોરીની ઘટના બની છે. માંડવીના ચકાભાઇ જ્વેલર્સમાં 3 બુરખાધારી મહિલાઓએ ગ્રાહકના સ્વાંગમાં આવી ચોરીની(Theft) ઘટનાને અંજામ આપ્યો છે.
વડોદરાના(Vadodara) માંડવીમાં જ્વેલર્સ શો(Jewellers) રૂમમાં ચોરીની ઘટના બની છે. માંડવીના ચકાભાઇ જ્વેલર્સમાં 3 બુરખાધારી મહિલાઓએ ગ્રાહકના સ્વાંગમાં આવી ચોરીની(Theft) ઘટનાને અંજામ આપ્યો. આ ખરીદી માટે આવેલી બુરખાધારી 3 મહિલાઓએ શોરૂમના સેલ્સપર્સનની નજર ચૂકવીને 1.40 લાખની કિંમતના સોનાના બ્રેસલેટની ચોરી કરી છે.બુરખાધારી મહિલાઓની ચોરીની તમામ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જેમાં ગત 6 તારીખે આ બનાવ બન્યો હતો. જેની ફરિયાદ ગઇકાલે સિટી પોલીસ મથકે દાખલ થઇ છે.
મહત્વની વાત એ છે કે એ જ દિવસે એટલે કે 6 તારીખે ભરૂચમાં પણ બિલકુલ આ જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરવામાં આવી. ભરૂચના વૈભવ જવેલર્સમાં પણ 3 બુરખાધારી મહિલાઓએ 1.80 લાખની કિંમતના સોનાના બ્રેસલેટની ચોરી કરી છે. જેમાં 6 તારીખે એક જ ગેંગ દ્વારા બે અલગ અલગ શહેરોમાં એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. વડોદરામાં બપોરે તો ભરૂચમાં સાંજે ચોરી કરવામાં આવી છે. હાલ પોલીસે બંને શહેરોના સીસીટીવી ફૂટેજના આધારે બુરખાધારી ચોર ટોળકીની શોધખોળ હાથ ધરી છે…