હાર્દિક પંડ્યા નો આ વિડીયો જોઈ દંગ રહી જશો! પ્રાઈવેટ જેટ અને લક્ઝરી લાઈફ, જુઓ Video | Hardik Pandya lifestyle activities in his entire day video ahead Asia Cup 2022 Viral Video

એશિયા કપ (Asia Cup 2022) માં વ્યસ્ત થતા પહેલા હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ઈન્સ્ટાગ્રામ પર પોતાની લક્ઝરી લાઈફનો એક વીડિયો શેર કર્યો હતો. જેણે સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું છે.

હાર્દિક પંડ્યા નો આ વિડીયો જોઈ દંગ રહી જશો! પ્રાઈવેટ જેટ અને લક્ઝરી લાઈફ, જુઓ Video

Hardik Pandya ના વિડીયોએ સોશીયલ મીડિયા પર ધૂમ મચાવી છે

એશિયા કપ 2022 (Asia Cup 2022) નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ભારત 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આખી દુનિયા આ મેચની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા (Team India) એ પણ કમર કસી લીધી છે. પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતા પહેલા ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ પોતાનો જુસ્સો બતાવ્યો. તેણે પોતાની લક્ઝરી લાઈફનો એક વીડિયો શેર કર્યો, જેણે સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું.

ટ્રેનિંગ સાથે હાર્દિક કોઈ સમાધાન કરી રહ્યો નથી

એશિયા કપ પહેલા પંડ્યા તેના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી રહ્યો છે, પરંતુ આ દરમિયાન તે પોતાની પ્રેક્ટિસમાં કોઈ બાંધછોડ કરી રહ્યો નથી. બ્રેક ટાઈમમાં પણ ભારતીય સ્ટાર્સ મેદાન પર પરસેવો પાડી રહ્યા છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી, જેમાં તેણે બતાવ્યું કે તેનો આખો દિવસ કેવી રીતે પસાર થાય છે. પંડ્યાની સ્ટાઈલ હંમેશા ચર્ચામાં રહે છે.

આ વીડિયોમાં ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર પોતાના પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે. પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી પણ તે પોતાની માતા, પત્ની અને બાળકો સાથે સમય વિતાવવાનો કોઈ મોકો છોડતો નથી. વીડિયોમાં પંડ્યા પણ બાળકો સાથે રમતા જોવા મળ્યા હતા અને પછી પ્રેક્ટિસ સેશનમાં ખૂબ પરસેવો પાડ્યો હતો.

પંડ્યા માટે 2022 શાનદાર વર્ષ રહ્યુ

તેની ભાભી પંખુરી શર્માએ હાર્દિક પંડ્યાના વીડિયો પર હાર્ટ ઈમોજી શેર કરી છે. ભારતીય ઓલરાઉન્ડર માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. તેણે IPL 2022 થી તેની નવી શરૂઆત કરી, જ્યાં તેણે ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી અને ડેબ્યૂ સિઝનમાં જ ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું. આ પછી, તેણે આયર્લેન્ડ સામેની 2 T20 મેચોની શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું અને ટીમને જીત તરફ દોરી. પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની 5મી અને છેલ્લી ટી20માં પણ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. પંડ્યા વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ પૂરો થયા બાદ ઘરે આવ્યો હતો. તે ઝિમ્બાબ્વે પ્રવાસનો ભાગ નહોતો. વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત મોટાભાગના ભારતીય ખેલાડીઓ એશિયા કપ માટે UAE પહોંચી ગયા છે.