રાજકોટ16 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
રાજકોટમાં સોની વેપારી મામા-ભાણેજે 1.30 લાખના 2.50 લાખ ચૂકવ્યા છતાં વધુ રૂપિયાની માગ કરી ધમકી આપ્યાની ફરિયાદ ગાયત્રીધામ સોસાયટી મેઈન રોડ આર્શીવાદ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણભાઇ જમનાદાસભાઇ પાટડીયાએ વ્યાજખોર સામે નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં વ્યાજખોર તેજસ વિનોદરાય આડેસરાનું નામ આપતા એ ડિવિઝન પોલીસે મનીલેન્ડ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રવીણભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી
પ્રવીણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ઇમીટેશનનું કામ કરું છું. તેજસભાઇ વિનોદરાય આડેસરા જેને હું છ-સાત વર્ષથી ઓળખું છું અને તે અમારા સમાજના હોય જેથી હું તેને ઓળખું છું અને મારા મિત્ર છે. અગાઉ એક બેવાર મારે રૂપિયાની જરૂર પડી ત્યારે મને રૂપિયા આપ્યા હતા. બાદમાં 2019ના અંતમા ધંધામાં રૂપિયાની જરૂર હોય જેથી તા.18/02/2019ના રોજ હું સોની બજાર સીતારામ ઓઝારવાળી શેરીમા તેજસભાઇની દુકાન આવી છે. જ્યાં શેરીમા તેજસભાઇ મને મળ્યા હતા અને મેં તેજસભાઇને જણાવ્યું હતું કે, મારે ધંધા માટે રૂ.1 લાખની થોડા દિવસ માટે જરૂરિયાત છે.
પાંચ ટકા લેખે દર મહિને વ્યાજ આપવાનું નક્કી થયું હતું
તેજસભાઇએ શેરીમાં મને રૂ.15,000 રોકડા આપ્યા હતા અને રૂ.85,000 તેજસભાઇએ મારા બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને જણાવ્યું હતું કે, પાંચ ટકા લેખે દર મહિને વ્યાજ આપજો અને સિક્યોરિટી પેટે SBI બેંકના બે કોરા ચેક મારી સહીવાળા લીધા હતા. ત્યારબાદ મારા બેંક ખાતામાંથી રૂ.85,000 મેં ઉપડ્યા હતા અને બીજા દિવસે જણાવ્યું હતું કે, તમે મને વ્યાજ આપી દો જેથી મેં રૂ.5,000 વ્યાજ આપ્યું હતું.
રૂ.75,000 જેટલા મેં તેજસભાઇને વ્યાજ પેટે આપ્યા હતા
ત્યારબાદ એક કે બે દિવસમા મારે રૂપિયાની સગવડ થતા રૂ.50,000 તેજસભાઇને પરત આપી દીધા હતા. ત્યારબાદ બે દિવસમા બીજા રૂ.50,000 રોકડા મારા જમાઇ ઉમેશ
રાણપરાને આ વાત કરી અને ઉમેશભાઇ પાસેથી રૂપિયા લઇ ઉમેશભાઇની હાજરીમાં મેં તેજસભાઇને કોઠારીયાનાકા ખાતે પીપળા પાસે આપ્યા હતા અને તેજસભાઇ અવારનવાર આ
બાબતમાં વ્યાજ માગતા બીજા આ બાબતે વ્યાજ પેટે રૂ.75,000 જેટલા મેં તેજસભાઇને વ્યાજ પેટે આપ્યા હતા.
બે ચેક આજદિન સુધી માગવા છતાં પરત આપ્યા નથી
બાદમાં રૂબરૂ તથા ફોનથી તેજસે જણાવ્યું હતું કે, મારા રૂપિયાનું વ્યાજ તમે આપો તમે રૂબરૂ કેમ આવતા નથી, રૂબરૂ આવો કેસ સુલટાવો છે કે કેમ? તો મેં જણાવ્યું હતું કે, તમને રૂપિયા તો આપી દીધા છે. તેમજ વ્યાજ પણ આપ્યું હતું અને મને મારા ચેક પરત આપી દો તેવુ જણાવતા તેજસે કહ્યું કે તમે મારી દુકાને રૂબરૂમા આવો અને જણાવ્યું હતું કે, મેં તમને બે લાખ રૂપિયા આપેલ છે તેવી વાતો કરવા લાગેલ અને આવી રીતે વધુ રૂપિયા માગી ઉઘરાણી કરી જણાવેલ કે તમારે રૂપિયા આપવા છે નહીંતર હું તમારો ચેક બેંકમા નાખી તમારા પર કેસ કરીશ અને આમા બે ચેક આજદિન સુધી માગવા છતાં તેજસભાઇએ મને પરત આપ્યા નહોતા.
ઉઘરાણી કરી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી
ત્યારબાદમા મને જાણવા મળેલ કે, ભાણેજ શૈલેષભાઇ ધીરજલાલ ફીચડીયાને પોતાને રૂપિયાની જરૂરિયાત હોય જેથી શૈલેષભાઇને તેજસભાઇએ સોની બજાર સવજીભાઇની શેરીમાં રૂ.30,000 દસ ટકા વ્યાજે વિજયભાઇ લુણસરની રૂબરૂમા આપેલ હતા અને શૈલેષભાઇ પાસેથી તેજસે આ બાબતે સિક્યુોરિટી પેટે એક ચેક લીધેલ હતો. શૈલેષભાઇએ રૂ.30,000ની સામે કટકે કટકે રૂ.75,000 આપી દીધા હતા તેમ છતા શૈલેષભાઇને તેજસે જણાવેલ કે વ્યાજ આપી દીધા છે. પરંતુ મૂળ રૂપિયા 30,000 આપવાના બાકી છે. તેમ કહી ઉઘરાણી કરી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.