Viral News : પિતા બનવા માટે આ વ્યક્તિએ માંગી રજા, તેની Leave Application જોઈ હસી હસીને લોટપોટ થઈ દુનિયા | Viral News This man asked for leave to become a father the world laughed and laughed at his leave application

featured image

Viral Application: હાલમાં સોશિયલ મીડિયા પર એક રજાની અરજી વાયરલ થઈ છે. તેને વાંચીને લોકો ખુબ હસી રહ્યા છે. લોકો એ તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

Viral News : પિતા બનવા માટે આ વ્યક્તિએ માંગી રજા, તેની Leave Application જોઈ હસી હસીને લોટપોટ થઈ દુનિયા

Viral Leave Application

Image Credit source: file photo

આ દુનિયા અજબ-ગજબ લોકોથી ભરાયેલી છે. બધાની પોતાની ખાસિયત છે. દરેકનું પોતાનું અલગ ટેલેન્ટ છે. ડાન્સ, સિગિંગ, સ્ટંટ વગેરે જેવા અનેક ટેલેન્ટેડ લોકો આ ધરતી પર છે. કેટલાક લોકો પોતાના રમૂજી સ્વભાવને કારણે પણ જાણીતા હોય છે. ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર અનેક રીઝાઈન લેટર વાયરલ થયા છે. જે ખુબ રમૂજી હતા. તેમા લોકોનું સેન્સ ઓફ હ્યુમર દેખાતો હતો. નોકરીવાળી લાઈફથી આપણામાંથી ઘણા લોકો પરિચિત હશે જ. એકના એક દિવસના રુટિનથી ઘણા લોકો કંટાળી જતા હોય છે અને નોકરી છોડવાનો નિર્ણય કરતા હોય છે. કેટલાક લોકો થોડા આરામ કરવા માટે ઓફિસમાંથી રજા લેતા હોય છે. પણ કેટલીકવાર રજા નહીં મળે તો લોકો જાત જાતના બહાના કાઢતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવી જ એક રજાની અરજી (Leave Application) વાયરલ (Viral News) થઈ છે. આ અરજી વાંચીને તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

આ વાયરલ રજાની અરજીમાં તમે જોઈ શકો છો કે, રજા માંગનાર કર્મચારીએ રજા લેવાનું કારણે કેવુ સીધુ જ કહી દીધુ છે. તેની આ નાદાનીયત લોકોની હંસીનું કારણ બની ગયુ છે. ચાલો જાણીએ આ વાયરલ રજાની અરજી વિશેની માહિતી.

કર્મચારીએ આ કારણથી માંગી રજા

સોશિયલ મીડિયા પર જે રજાની અરજી વાયરલ થઈ રહી છે, તે બાંગ્લાદેશની જણાઈ રહી છે. આ રજાની અરજીમાં કારણ જણાવામાં આવ્યુ છે કે તેને પિતા બનવા માટે રજા જોઈએ છે. નવાઈની વાત તો એ છે કે તેણે ઓફિસમાંથી 2 મહિનાની રજા પિતા બનવા માટે માંગી છે. આ કારણ જે રજાની અરજીમાં તેણે લખ્યુ છે તે કંઈક આ સ્ટાઈલમાં છે. તેણે રજાની અરજીમાં લખ્યુ છે કે, ‘Visit Family And Make Baby.’

આ વર્ષની છે આ રજાની અરજી

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ રજાની અરજી 2017ની છે. આ રજાની અરજીમાં એ દેખાય છે કે 15 નવેમ્બર, 2017થી 15 જાન્યુઆરી, 2018 સુધીની આ કર્મચારીએ રજા માંગી છે. આ કર્મચારી બાંગ્લાદેશનો છે, તે બાંગ્લાદેશના સિલ્હટમાં પોતાના પરિવાર સાથે રહે છે. પણ એ જાણી નથી શકાયુ કે આ રજાની અરજી પછી તેને તેની ઓફિસમાંથી બોસ તરફથી આ કામ માટે રજા મળી કે નહીં. લોકો આ રજાની અરજી પણ રમૂજી કોમેન્ટ કરી છે.

Previous Post Next Post