ખોટી રીતે ATM અને બેંકમાંથી નાણાં ખંખેરનાર બે ચોર ઝબ્બે

featured image

[og_img]

  • પોલીસે 26 ATM કાર્ડ તથા 19 હજાર રોકડાં ક્બજે કરી ગુનો નોંધ્યો
  • ATMમાંથી નાણાં વિડ્રોઅલ કરતી વખતે મશીન સાથે ચેડાં કરતા હતા
  • ATMમાંથી નાણાં કાઠવા છતાં બેંકમાં નાણાં નહીં નિકળવાનો ક્લેઈમ કરતા હતા

સુરતમાં એક અજીબ ભેજાબાજ ચોરો ઝબ્બે થયા છે. આ ભેજાબાજો ATM મશીનમાંથી નાણાં નીકળતાં હોય ત્યારે જ મશીન બંધ કરી દઇ કોમ્પ્યુટર સિસ્ટમના નેટવર્કના ડેટાબેઝ તથા અન્ય સોફ્ટવેર પ્રોગ્રામને નુકસાન પહોંચાડી નાણાં તો ઉપાડી લેતા હતા, પરંતુ ટ્રાન્ઝિક્શન ફેલ થયાનો ક્લેઇમ કરી બેન્કમાંથી રિફન્ડ મેળવતા હતાં. આ પ્રકારનું ક્રાઈમ કરનાર ગેંગના બે સભ્યોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

છેતરપિંડી આચરવાની નવી તરકીબ છતાં ઠગ પકડાઈ ગયા

શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી એક ગેંગ સક્રિય બની હતી આ ગેંગ દ્વારા ATM મશીનમાં નાણાં ઉપાડવા માટે ATM નાંખ્યા બાદ મશીનમાંથી રૂપિયા નીકળતા હોય ત્યારે જ સાથે ચેડાં કરી મશીન બંધ કરી દઇ છેતરપિંડી કરતાં બે શખ્સો નજરે આવ્યા હતા. મહીધરપુરા, વરાછા, ઉમરા અને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ચાર બેન્કમાં આ રીતે નાણાં ઉપાડવામાં આવ્યાની ફરિયાદ વચ્ચે કાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના વતની અને હાલ વરેલીના શાંતિનગરમાં રહેતાં દીલીપ દયાસંકર પ્રજાપતિ અને સુરજ ધર્મનારાયણ પ્રજાપતિની ધરપકડ કરી હતી.

ભેજાબાજો આવી રીતે નાણાં ઉપાડતા હતા

બંને પાસેથી પોલીસે 26 ATM કાર્ડ તથા 19 હજાર રોકડાં ક્બજે કર્યા હતા. બંનેની પૂછપરછમાં આ કાર્ડ તેનો તેમના સંબંધી પાસેથી લઇ આવ્યા હતા. બેન્કમાંથી નાણાં વિડ્રોઅલ કરતી વખતે મશીન સાથે ચેડાં કરવામાં આવતાં તે ટ્રાન્જેક્શન ફેલ થયાનું બતાવતું. કોઈ નાણા નહી ઉપડ્યાનો બેન્કમાં ક્લેઇમ કરી રૂપિયા મેળવી છેતરપિંડી કરતા હતા.

Previous Post Next Post