Viral Video : આ માસ્તર સાહેબ નાચતા-ગાતા શિક્ષણ આપે છે, વીડિયો જોઈને તમે પણ કહેશો - વાહ ગુરુજી ! | Viral Video Master Sahib teaches by dancing and singing watching the video you will also say Wow Guruji

લગભગ 2 મિનિટના આ વીડિયોમાં બૈદ્યનાથ રજક સ્કૂલના વિદ્યાર્થીઓને નેપાળ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશની વિશેષતા પણ જણાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

Viral Video : આ માસ્તર સાહેબ નાચતા-ગાતા શિક્ષણ આપે છે, વીડિયો જોઈને તમે પણ કહેશો - વાહ ગુરુજી !

Viral Video

Image Credit source: twitter

ભારતમાં શિક્ષણ નીતિમાં શીખવવાની અને શીખવાની રીતને લઈને દરરોજ નવી ચર્ચાઓ જોવા મળી રહી છે. તેવામાં બિહારના (Bihar) એક શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શિક્ષકની શીખવવાની રીત ખૂબ જ અલગ અને વિશિષ્ટ છે. બિહારના સમસ્તીપુરની પ્રાથમિક કન્યા શાળામાં બૈદ્યનાથ રજક નામના શિક્ષક બિહારના બાળકોને ગીત ગાઈને શીખવી રહ્યા છે. લગભગ 2 મિનિટના આ વીડિયોમાં બૈદ્યનાથ રજક સ્કૂલના વિદ્યાર્થીઓને નેપાળ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશની વિશેષતા પણ જણાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

લોકો શિક્ષક બૈદ્યનાથ રજક અનોખી સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે. બૈદ્યનાથ રજકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ બૈદ્યનાથ રજકના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો ટ્વિટર પર Educators of Bihar દ્વારા શેર કરવામાં આવ્યો છે. બિહારના બૈદ્યનાથ રજક પોતાની આગવી શૈલીથી શાળાઓમાં જાય છે અને નાચતા ગાતા વિદ્યાર્થીઓને નવી વસ્તુઓ શીખવે છે. સોશિયલ મીડિયા પર તેની શીખવવાની પદ્ધતિની સાથે તેના અવાજની પણ પ્રશંસા થઈ રહી છે. શિક્ષક બૈદ્યનાથ રજકનો વીડિયો પહેલા પણ વાયરલ થઈ ચૂક્યો છે.

આ વીડિયોમાં વિદ્યાર્થીઓને ગીતો દ્વારા હીટસ્ટ્રોકથી કેવી રીતે બચી શકાય તે જણાવવામાં આવી રહ્યું છે. બિહારના સમસ્તીપુરમાં આ સરકારી શાળાના શિક્ષકે ગોવિંદાના ગીત પર બાળકોને હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચાવવું તે શીખવ્યું. જો ભારતની દરેક સ્કૂલમાં આવા શિક્ષક અને આવી શિક્ષણની રીત હોય તો દરેક બાળકને બધુ યાદ રહી જાય એ તો પાક્કી વાત.

أحدث أقدم