Saturday, August 13, 2022

Viral Video : મહિલાએ દીપડાને બાંધી રાખડી, લોકો કહ્યુ- હવે દીપડો પણ કરશે બહેનની રક્ષા ! | Viral Video The woman tied the leopard people said now the leopard will also protect her sister

સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો અને ફોટો વાયરલ (Viral Photo) થયો છે. આ મહિલા એક જંગલી પ્રાણીને રાખડી બાંધી રહી છે. લોકો આ વીડિયો અને ફોટો જોઈ ચોંકી ઉઠયા છે.

Viral Video : મહિલાએ દીપડાને બાંધી રાખડી, લોકો કહ્યુ- હવે દીપડો પણ કરશે બહેનની રક્ષા !

leopard Viral Video

Image Credit source: twitter

દુનિયા માનવી, પ્રાણી અને પ્રકૃતિની ભિન્નતાથી બનેલી છે અને આજ ભિન્નતા આપણી દુનિયાને વધારે સુંદર બનાવે છે. આપણો દેશ ભારત (India) વિવિધાતાઓનો દેશ છે. અહીંના કેટલાક ધર્મો અને પરંપરાઓ પ્રકૃતિ અને પ્રાણીઓ સાથે મૈત્રીભાવ રાખવાનું શીખવે છે. તેનુ આદર કરવુ એ આપણા વડીલો આપણને શીખવતા આવ્યા છે. એટલે જે આપણે ત્યા સૂર્ય, વૃક્ષ અને પ્રાણીઓની પૂજા પણ કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કોરોના કાળના 2 કપરા વર્ષ પછી આ વર્ષે ધામધૂમથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો છે. તે બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો અને ફોટો વાયરલ (Viral Photo) થયો છે. આ મહિલા એક જંગલી પ્રાણીને રાખડી બાંધી રહી છે. લોકો આ વીડિયો અને ફોટો જોઈ ચોંકી ઉઠયા છે.

વાયરલ થયેલા ફોટો અને વીડિયો રાજસ્થનાના છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા દીપડાના પગમાં રાખડી બાંધી રહી છે. આ દીપડો પણ શાંતિથી તે રાખડી બંધાવી રહ્યો છે. તેની આસપાસ કેટલાક ગામના લોકો પણ ઉભા છે. આ ઘટના માણસ અને પ્રાણી વચ્ચેના પ્રેમનું પ્રતિક છે, આ વીડિયો ભારતની સંસ્કૃતિનું પ્રતિક છે. આ દીપડો ગામમાં ઘૂસી આવ્યો હતો, જેને પકડીને ગામના લોકો તેને વનવિભાગને સોંપી રહ્યા હતા. તે પહેલા આ મહિલાએ તે દીપડાને રાખડી બાંધી માણસનો જંગલના પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો.

આ રહ્યા દીપડાના રક્ષાબંધનના ફોટો અને વીડિયો

આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ ઘટનાને ખુબ વખાણી પણ રહ્યા છે. લોકોએ મહિલાની હિંમત અને તેના પ્રેમની પ્રશંસા કરી  હતી. આ ફોટો અને વીડિયો પર લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. આ ફોટો અને વીડિયો અપલોડ઼ થતાની સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

આ રહ્યા લોકોના રીએક્શન

Related Posts: