No results found

    શાર્કનો શિકાર થતાં થતાં બચ્યા માતા-પુત્ર, લોકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા, જુઓ Viral Video | Woman and his son fell in the water video Goes Viral On Social Media see this Viral Video

    આજકાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ખતરનાક વીડિયો વાઈરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક માતા અને પુત્ર શાર્કને માંસનો ટુકડો ખવડાવતા જોવા મળે છે અને શાર્કનો શિકાર બનતા બચી જાય છે.

    શાર્કનો શિકાર થતાં થતાં બચ્યા માતા-પુત્ર, લોકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા, જુઓ Viral Video

    Shark Viral Video

    Image Credit source: Twitter

    શાર્કને વિશ્વના સૌથી ખતરનાક જીવોમાં ગણવામાં આવે છે, જ્યારે તે માછલીઓમાં સૌથી ખતરનાક છે. લોકો દરિયામાં જ્યાં શાર્ક રહે છે તે વિસ્તારોમાં જતા પણ ડરતા હોય છે, કારણ કે શાર્ક (Shark Viral Video)નું નક્કી નથી હોતું કે ક્યારે તે હુમલો કરી દે. તમે આવા ઘણા કિસ્સાઓ વિશે સાંભળ્યું હશે, જેમાં શાર્ક માણસો પર હુમલો કરે છે અને તેમને પોતાનો શિકાર બનાવે છે. આ હુમલામાં ક્યારેક લોકો જીવ ગુમાવે છે તો ક્યારેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. તેથી જ લોકો શાર્ક પાસે જવાનું તો દુર પાસે પણ જતા નથી પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ખતરનાક વીડિયો વાઈરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં એક માતા અને પુત્ર શાર્કને માંસનો ટુકડો ખવડાવતા જોવા મળે છે અને શાર્કનો શિકાર બનતા બચી જાય છે.

    વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા અને તેનું નાનું બાળક નાની શાર્કને માંસનો ટુકડો બતાવી તેને ખાવાનું આમંત્રણ આપી રહ્યાં છે. શાર્ક એક માંસાહારી પ્રાણી હોવાથી, માંસનો ટુકડો જોતા જ તે તરત જ તેની પાસે આવે છે, પરંતુ તેને ખવડાવતી વખતે, માતા અને પુત્ર બંને પોતાનું સંતુલન ગુમાવે છે અને સીધા શાર્ક પર પડે છે. તે નસીબદાર છે કે શાર્ક નાની છે અને પાણીમાં પડતાં જ તે ત્યાંથી આગળ વધે છે. જો તેની જગ્યાએ કોઈ મોટી શાર્ક હોત, તો તે ચોક્કસ તેમના પર હુમલો કરીને તેમની હાલત ખરાબ કરી દેત. ભૂલથી પણ આ પ્રકારનું જોખમ ન લેવું જોઈએ અને ખાસ કરીને જ્યારે તમે બાળક સાથે હોવ ત્યારે વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

    આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર PureVids નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે. 13 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 23 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال