એશિયા કપમાં રાહુલ દ્રવિડની જગ્યાએ VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ

[og_img]

  • રાહુલ દ્રવિડ કોરોના સંક્રમિત થતા BCCIનો નિર્ણય
  • VVS લક્ષ્મણ એશિયા કપમાં મુખ્ય કોચની ભૂમિકા નિભાવશે
  • લક્ષ્મણની કોચિંગમાં ભારતે આયરલેન્ડ-ઝિમ્બાબ્વેને હરાવ્યા

ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કોવિડ-19થી પીડિત હોવાને કારણે ટીમની સાથે UAE જઈ શક્યા ન હતા. BCCIએ મુખ્ય કોચ તરીકે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગયેલા VVS લક્ષ્મણને આ જવાબદારી સોંપી છે.

એશિયા કપમાં ટીમનો મુખ્ય કોચ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ટેસ્ટ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ એશિયા કપ 2022માં ભારતીય ટીમમાં મુખ્ય કોચની ભૂમિકા નિભાવતા જોવા મળશે. BCCIએ બુધવારે આ જાહેરાત કરી. હકીકતમાં, ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આ પ્રવાસ પર જવાના હતા, પરંતુ તેઓ પ્રવાસ પહેલા જરૂરી કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા, જેના કારણે તેમણે પ્રવાસ છોડવો પડ્યો હતો. દ્રવિડ હાલમાં BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.

દ્રવિડની ગેરહાજરીમાં લક્ષ્મણ

દરમિયાન, ભારતના ઝિમ્બાબ્વે પ્રવાસમાં મુખ્ય કોચ તરીકે ટીમ ઈન્ડિયાની સાથે આવેલા VVS લક્ષ્મણને BCCI દ્વારા વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)ના વડા VVS લક્ષ્મણ રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં ભારતીય ટીમ સાથે આ જવાબદારી સતત નિભાવી રહ્યા છે.

કોચ તરીકે હીટ ‘લક્ષ્મણ’ 

રાહુલ દ્રવિડના કોચ બન્યા બાદ લક્ષ્મણ આયરલેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના વચગાળાનો કોચ બન્યો, જ્યારે દ્રવિડ સિનિયર ટીમ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે હતો. આ પછી લક્ષ્મણે ઝિમ્બાબ્વેમાં તાજેતરમાં પૂરા થયેલા પ્રવાસમાં પણ કોચની ભૂમિકા નિભાવી હતી. તેના કોચિંગમાં ભારતીય ટીમે આ બંને દેશોને હરાવ્યા છે.

શનિવારથી એશિયા કપ

જેવી ખબર આવી કે રાહુલ દ્રવિડ કોરોનાથી પીડિત હોવાને કારણે ભારતીય ટીમ સાથે એશિયા કપમાં જઈ શકશે નહીં. BCCIએ તરત જ લક્ષ્મણને ઝિમ્બાબ્વેથી UAE લાવવાની વ્યવસ્થા શરૂ કરી દીધી. હવે તેણે આની જાહેરાત પણ કરી છે. તમને જણાવી દઈએ કે શનિવારથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં ટીમ ઈન્ડિયા 28 ઓગસ્ટ, રવિવારના રોજ પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

أحدث أقدم