ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણીથી સાબરમતી બે કાંઠે વહી, દિવસભર અમદાવાદીઓ નજારો માણવા ઉમટ્યા | The water released from Dharoi Dam flowed on two banks of Sabarmati, Ahmedabadites flocked to enjoy the view throughout the day.

એક કલાક પહેલા

રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની ખૂબ જ આવક થઈ છે. જેથી ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યૂસેકથી વધુ પાણી આજે સાંજે છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની આવક ખૂબ વધી હતી અને નદી બંને કાંઠે વહી હતી. મોડી સાંજે સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રાતે તો રિવરફ્રન્ટના બંને છેડે આવેલા લોઅર પ્રોમીનાડ પાણીમાં ડૂબી ગયા હતા.

સાબરમતી નદીમાં પાણીની આવક વધતા લોકો નવા આવેલા પાણીને જોવા માટે ઉમટી પડ્યા હતા. વર્ષ 2017 બાદ સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ વોક વે પાણીમાં ગરકાવ થયા છે. આજે સાબરમતી નદીનો જે નજારો છે તે પાંચ વર્ષ પહેલાં જોવા મળ્યો હતો. આ વખતે સાબરમતી નદીના વોક વે પર પાણી આવ્યું હતું જે થોડું ઓછું છે. ધીરે ધીરે પાણીની આવક ઘટી પણ રહી છે.

પાણી ઓછું ન થાય ત્યાં સુધી વોક વે પર ન જવા સૂચના
તેમજ જ્યાં સુધી સાબરમતી નદીનું પાણી ઓછું નહીં થાય ત્યાં સુધી લોકોને આ વખતે વોક વે પર ન જવા સૂચના આપવામાં આવી છે. વાસણા બેરેજના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે. 9 દરવાજા 3 ફુટ અને 10 દરવાજા પુરા ખોલી દેવામાં આવ્યા છે. જેથી સાબરમતી નદીમાં આવનાર પાણી આગળ વહી જશે અને જળસપાટી જળવાઈ રહેશે.

2017માં આખો રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ડૂબી ગયો હતો
વર્ષ 2017માં જુલાઈ મહિનામાં રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પાણીની આવક થતાં ધરોઇ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જે અમદાવાદ પહોંચ્યું હતું ત્યારે સાબરમતી રિવરફ્રન્ટના વોક વે ઉપર પાણી ફરી સાંભળ્યા હતા આખો રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ડૂબી ગયો હતો સાથે સાથે આપ જેવા જીવજંતુઓ પણ તણાઈ આવ્યા હતા. આજે ફરી એકવાર એ જ રીતે ધસમસતા પ્રવાહ સાથે નદી વહેતી જોવા મળી હતી. પરંતુ આ વખતે રિવરફ્રન્ટ વોકવે સુધી પાણી ફરી વળે તેના માટે વાસણા બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા અને પાણી ઝડપથી ધોળકા તરફ આગળ વધી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે…