વડોદરામાં અકસ્માતમાં પત્નીનું મોત, જાણ થતાં જ પતિનું પણ પ્રાણ પંખેરું ઉડી ગયું, સાથે અંતિમયાત્રા નિકળી | wife death in accident so husband heart attack on home at vadodara

વડોદરા9 મિનિટ પહેલા

પતિ-પત્ની લગ્ન સમયે એકબીજાને સાત જન્મ સુધી સાથ આપવાના વચન આપે છે. ત્યારે વડોદરામાં પણ પતિ-પત્ની જીવનભર સાથે રહ્યા અને મૃત્યુ પણ એક જ દિવસે થયું હોવાની કરૂણ ઘટના સામે આવી છે. જેમાં પત્નીનું અકસ્માતમાં મોત થયું છે એ જાણતા જ ઘરે પતિનું પણ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. અને બંનેની એક સાથે જ અંતિમયાત્રા નિકળી હતી. જેમાં પરિવારજનો હિબકે ચડતા સૌ કોઈની આંખો ભીંજાઇ ગઈ હતી.

મંગળવારે સવારે 6 વાગ્યે અકસ્માત સર્જાયો
વડોદરાના માંજલપુર વિસ્તારમાં માણેજા ક્રોસીંગ રાજમણી સોસાયટીમાં રહેતા 61 વર્ષીય સુશીલાબેન અમીન મંગળવાર સવારે 6 વાગ્યે મહાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા. આ દરમિયાન રોડ ક્રોસ કરતા એક બાઇક ચાલકે ટક્કર મારતા સુશીલાબેનને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.

અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

પત્નીના મૃત્યુના સમાચાર સાંભળતા પતિએ દેહ છોડ્યો
સુશીલાબેનને અકસ્માત થયાની જાણ થતાં તેમનો પુત્ર અર્પિતભાઇ અમીન સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો, અહીં તેમને માતાના મૃત્યું અંગે જાણ થઇ હતી. આથી સંબંધીઓને અને પડોશીઓને આ અંગે જાણ કરી હતી. જેથી લોકો અર્પિતભાઇના ઘરે એકત્ર થવા લાગ્યા હતા અને સુશીલાબેનના પતિ વાસુદેવભાઇ અમીન (ઉં.વ. 64)ને પત્નીનું અકસ્માતમાં મૃત્યું થયાની જાણ થઇ હતી. આથી વાસુદેવભાઇને એવો આઘાત લાગ્યો કે તેઓને ત્યાં જ હાર્ટ એકેટ આવી ગયો હતો. આથી પરિવારજનો વાસુદેવભાઇને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા પણ ત્યાં એમને સારવાર મળે ત્યાં સુધીમાં પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

મૃતક દંપતીની ફાઈલ તસવીર.

મૃતક દંપતીની ફાઈલ તસવીર.

દંપતીની અંતિમયાત્રા સાથે નિકળી
માતાનું અકસ્માતમાં અને પિતાનું હાર્ટ એટેકથી મૃત્યું થતાં અમીન પરિવારના માથે જાણે દુખનો પહાડ તૂટી પડ્યો હતો. લગ્નબાદ જીવનભર હંમેશા સાથે રહેતા દંપતીનું એકસાથે જ મૃત્યુ થતાં બંનેની અંતિમયાત્રા પણ એકસાથે જ નિકળી હતી. જેમાં પડોશીઓ અને સંબંધીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને માહોલ ગમગીન બની ગયો હતો.

બન્નેના મૃતદેહ ઘરે આવતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો.

બન્નેના મૃતદેહ ઘરે આવતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો.

બંનેના મૃત્યું વચ્ચે માત્ર અડધો કલાકનું અંતર
એક જ સાથે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર અર્પિતભાઇએ દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, મારા મમ્મી મંદિરે દર્શન કરવા જતાં હતા ત્યારે બાઇકની ટક્કરે ઇજા થતાં સયાજી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. જેથી અમે સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. જેની જાણ મારા પિતા વાસુદેવભાઇને થતાં તેમનું પણ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. બન્નેના મૃત્યુમાં માત્ર અડધો કલાકથી એક કલાકના સમયનું અંતર હતું. ઉલ્લેખનીય છે કે મૃતક વાસુદેવભાઇ માણેજા ખાતેની ABB કંપનીમાંથી નિવૃત્ત થયા હતા.

મૃતક દંપતીની ફાઈલ તસવીર.

મૃતક દંપતીની ફાઈલ તસવીર.

બાઇક ચાલક સામે ગુનો નોંધાયો
ઘટનાને પગલે મકરાપુરા પોલીસે અકસ્માત સર્જનાર બાઇક (GJ-06-MN-8379)ચાલક શિવરાજ તીલોતમા બોરાહ (રહે. વ્રજધામ સોસાયટી, માણેજા, વડોદરા) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સગા-સંબંધીઓએ પરિવારને સાંત્વના આપી હતી.

સગા-સંબંધીઓએ પરિવારને સાંત્વના આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/10/antim-yatra_1660150023.gif

أحدث أقدم