શિયાળબેટની મહિલાની દરિયાકાંઠે રસ્તા પર જ પ્રસુતિ કરાવવામાં આવી | A woman from Shialbet gave birth on the road on the coast

અમરેલી23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 108ની ટીમે ફોન પર વાત કરી ડોકટરની મદદ લઇ બાળકનો જન્મ કરાવ્યો

શિયાળબેટની એક મહિલાને પ્રસુતિ માટે બોટમા સામાકાંઠે લવાઇ હતી. પરંતુ કાંઠા પર પહોંચતા જ 108ની ટીમને આ મહિલાની રસ્તા પર જ પ્રસુતિ કરાવવી પડી હતી. જાફરાબાદના શિયાળબેટ પરથી દર્દીઓને હોસ્પિટલે ખસેડવા હોય તો સૌપ્રથમ બોટ મારફત સામાકાંઠે લાવવા પડે છે. અને બાદમા એમ્બ્યુલન્સ કે અન્ય વાહનની મદદથી હોસ્પિટલે ખસેડાઇ છે.

ગઇકાલે 108ની ટીમને પ્રસુતિનો એક આવો જ કેસ મળ્યો હતો. શિયાળબેટની મહિલાને પ્રસુતિનો સમય નજીક આવી ગયો હોય હોડી મારફત પીપાવાવ પોર્ટ તરફના કાંઠે લવાઇ હતી. જયાં પીપાવાવની 108 એમ્બ્યુલન્સ હાજર હતી. જો કે પ્રસુતિની પીડા વધુ હોવાથી એમ્બ્યુલન્સને રસ્તાના કાંઠે જ ઉભી રાખી પ્રસુતિ કરાવવાનો નિર્ણય કરાયો હતો.

ફરજ પરના કર્મચારી ઇએમટી રાણા બાંભણીયા અને પાયલોટ પ્રશાંત જોષીએ ટેલીફોન પર ડો.જીતેન્દ્ર અને ડો.રવિ સાથે વાત કરી માર્ગદર્શન મેળવી રસ્તા પર જ પ્રસુતિ કરાવી હતી. અને બાદમા આ પ્રસુતા મહિલાને રાજુલા હોસ્પિટલે ખસેડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post