ભુજ8 મિનિટ પહેલા
- કૉપી લિંક

- ઉપપ્રમુખ આવતા જ સમસ્યાની વ્યથા ઠાલવી
- મુસ્તફાનગરની ગટર સમસ્યાના ઉકેલની માંગ
ભુજ નગરપાલિકામાં વોર્ડ નંબર 1, 2 અને 3માંથી અવારનવાર પાણી અને ગટરની સમસ્યા ન ઉકેલાયાની ફરિયાદ સાથે મોરચા અાવતા હોય છે. સોમવારે પદાધિકારીઅો અને કર્મચારીઅો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અાગમન પહેલાની સેવામાં વ્યસ્ત હતા ત્યારે પણ વધુ અેક મોરચો અાવ્યો હતો. અાખરે ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી અાવતા તેમની પાસે ઉપેક્ષાની લાગણી સાથે કાયમી ઉકેલ માંગ્યો હતો.
વિપક્ષીનેતા કાસમ સમા અને નગરસેવિકા અાઈસુબેન સમાની અાગેવાની હેઠળ મુસ્તફાનગરમાંથી મહિલા મોરચો અાવ્યો હતો, જેમાં નગરસેવકોઅે મેરુનપાર્કમાં મુખ્ય લાઈન બેસી ગયા બાદ વોર્ડ નંબર 1, 2, 3ના રહેવાસીઅોને છેલ્લા અેક દોઢ માસથી ગટરની સમસ્યાનો હલ ન શોધાયાની વ્યથા ઠાલવી હતી. રહેવાસીઅોઅે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના લોકો ઉપેક્ષાની લાગણી અનુભવી રહ્યા છે. જે વાજબી છે. જોકે, ઈજનેર ભાવિક ઠક્કરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અાજે જ પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. હવે અે સમસ્યા નહીં રહે.