કડીયાદરા પાસે આવેલ ઘઉંવા નદીમાં દશામાંની મૂર્તિ પધરાવવા જતા યુવાન પાણીમાં ડૂબતા મોતને ભેટ્યો | A young man drowned in the river Ghunwa near Kadiadara while going to bathe an idol in Dasha.

સાબરકાંઠા (હિંમતનગર)12 મિનિટ પહેલા

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના કડીયાદરા પાસે આવેલ ઘઉંવા નદીમાં રવિવારે વહેલી સવારે કડિયાદરા ગામનો યુવાન દશામાંની મૂર્તિ પધરાવવા જતા પાણીમાં ગરકાવ થઇ જતા મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સવારે 4 વાગે મૂર્તિ પધરાવવા યુવક નદીએ ગયો હતો
આ અંગેની વિગત એવી છે કે દશામાંના વ્રતના દસ દિવસ પૂર્ણ થતા શનિવારે જાગરણ હતું. તેને લઈને કડિયાદરા ગામના યુવાન કમલેશ ઠાકોર રવિવારે વહેલી સવારે 4 વાગે ગામ નજીક ઘઉંવા નદીમાં દશામાંની મૂર્તિ પધરાવવા માટે ગયા હતા. દરમિયાન પાણીમાં ગરકાવ થઇ ગયેલ સાથીદારોએ બચાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ બચાવી શક્યા ન હતા અને ગામમાં આવી વાત કરી હતી ત્યારબાદ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. આ અંગે ઇડર ફાયર વિભાગના કમલભાઈ નાયકે જણાવેલ કે 06.25 વાગે કોલ મળ્યો હતો અને ઘઉંવા નદીએ પહોચી પાણીમાંથી અંદાજીત 30 વર્ષના કમલેશભાઈનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post