સાયલા-લીંબડી નેશનલ હાઈવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે ટક્કર થતા સુરેન્દ્રનગરના યુવાનનું મોત | A youth from Surendranagar died in a collision between a truck and a dumper on Saila-Limbadi National Highway.

સુરેન્દ્રનગર35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં નેશનલ હાઈવે ઉપરથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. અને સુરેન્દ્રનગર શહેરમાં ડમ્પરોના ચાલકો પણ બેફામ બન્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ બેફામ બનેલા ડમ્પરના ચાલકો માનવ જિંદગીઓને રોળી રહ્યા હોવાની અનેકવાર ફરિયાદો ઉઠવા પામી છે. અને સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર ડમ્પરના જ અકસ્માતોના બનાવ રોજબરોજ બની રહ્યા હોવા છતાં પણ સુરેન્દ્રનગર પોલીસ અને જિલ્લા તાલુકાની પોલીસ નિષ્ક્રિય હોવાનું હાલમાં જનતામાં ચર્ચા રહેવું છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના રહેવાસી ભરવાડ યુવાનનું નેશનલ હાઈવે ઉપર અકસ્માતમાં મોત નિપજવા પામ્યું છે.

ડમ્પરના ચાલકનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો
હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર લીંબડી નેશનલ હાઈવે ઉપર સાયલા અને લીંબડી વચ્ચે ડમ્પરના ચાલકનો ટ્રક સાથે અકસ્માત સર્જાતા આ અકસ્માતની ઘટનામાં સુરેન્દ્રનગર શહેરના રહેવાસી ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને સારવાર મળે તે પહેલા અજીત રમેશભાઈ ભરવાડ નામના યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ.

મૃતકની લાશને સાયલા ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવી
યુવકનું મોત થતા ભરવાડ સમાજમાં ભારે અરેરાટીભર્યો માહોલ સર્જાવા પામ્યો છે. ત્યારે આ અંગેની જાણકારી મળતા સુરેન્દ્રનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. અને મૃતકની લાશને સાયલા ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવી હતી.આ અંગેની જાણકારી મળતા સુરેન્દ્રનગર ખાતેથી ભરવાડ સમાજના આગેવાનો અકસ્માતની ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને યુવાનને સાયલા ખાતે પીએમ માટે ખસેડ્યો હતો. ત્યાં પણ દવાખાને ભરવાડ સમાજના આગેવાનો સહિતના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે હાલમાં આ અંગેની જોરાનગર પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે. ત્યારે આગળની તપાસ જોરાવરનગર પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post