Saturday, August 6, 2022

ગોકુલનગરમાં પશુ ઈન્જેકશનની ગેરકાયદે ફેકટરીનો સુત્રધાર ઝબ્બે | Zabbe, mastermind of illegal animal injection factory in Gokulnagar

જામનગર13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરમાં પણ ગેરકાયદેસર ઈન્જેક્શનનો ગુનો નોંધાયો છે

જામનગરમાં વિજયનગર જકાતનાકા પાસેથી એસઓજી શાખાની ટીમે તાજેતરમાં ગાય ભેંસને આપવાના ઇન્જેક્શન બનાવતી એક ગેરકાયદે ફેક્ટરી પકડી પાડી હતી જેમાં એક આરોપીને ફરારી જાહેર કરાયો હતો. જે આરોપીને એસોજી ની ટીમે હાઇવે હોટલ પરથી પકડી પાડયો છે.

આ અંગેની વિગતે એવી છે કે જામનગરમાં વિજયનગર જકાતનાકા વિસ્તારમાં બે શખ્સો દ્વારા ગાય ભેંસને આપવાના ઇન્જેક્શન બનાવવા માટેની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી, જેના પર એસઓજીની ટુકડીએ દરોડો પાડી એક ફેક્ટરી સંચાલક સહિત બેને ઝડપી લીધા હતા, અને સંખ્યાબંધ ઇન્જેક્શન સહિતનો જથ્થો કબજે કર્યો હતો.જે પ્રકરણમાં વિજયનગર જકાતનાકા પાસે રહેતા સામત હરદાસભાઇ ગોજીયા નામના શખ્સની પણ સંડોવણી ખુલી હતી અને તે ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો હતો.

દરમિયાન ઉપરોક્ત આરોપી જામનગર નજીક હાઈવે રોડ પર એક હોટલ પાસે ઉભો છે, તેવી બાતમીના આધારે એસઓજીની ટુકડીએ દરોડો પાડી સામત હરદાસ ગોજીયાને પકડી પાડ્યો છે, અને તેની વિશેષ પૂછપરછ હાથ ધરી છે. ઉપરોક્ત આરોપી વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બનાવટી ઇન્જેક્શનનો બનાવવા સંબંધે ગુનો દાખલ થયેલો છે. ઉપરોક્ત પ્રકરણમાં ધરપકડાનો આંક ત્રણનો થયો છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.