الأحد، 25 سبتمبر 2022

અજય દેવગણ પણ 'પોનીયિન સેલ્વન 1' નો ભાગ છે, મણિરત્નમે કર્યો ખુલાસો | Ajay Devgn is also a part of 'Ponniyin Selvan

મણિરત્નમની આગામી ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 1’ ખુબ લાંબા દિવસોમાં ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મમાં બોલિવૂડ અને સાઉથના ઘણા કલાકારો જોવા મળવાના છે.

અજય દેવગણ પણ 'પોનીયિન સેલ્વન 1' નો ભાગ છે, મણિરત્નમે કર્યો ખુલાસો

અજય દેવગણ પણ ‘પોનીયિન સેલ્વન 1’ નો ભાગ છે

Image Credit source: Instagram

Mani Ratnam Best Films : મણિરત્નમ (Mani Ratnam)ની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 1‘ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને અત્યાર સુધી વિવિધ પ્રકારના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ થોડા દિવસો પહેલા ફિલ્મનું ટીઝર પણ સામે આવ્યું હતું, જેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મ સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. અજય દેવગન પણ આ ફિલ્મનો એક ભાગ છે. મણિરત્નમે જણાવ્યું કે આ ફિલ્મમાં અજય દેવગણે (Ajay Devgn) પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

પોનીયિન સેલ્વન 1 માટે અજય દેવગને અવાજ આપ્યો

મણિરત્નમે ખુલાસો કર્યો કે, અજય દેવગણે પોનીયિન સેલ્વન 1’ના હિન્દી વર્ઝન માટે પોતાનો અવાજ આપ્યો છે. હિસ્ટોરિકલ ફિક્શન ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન, તૃષા, વિક્રમ, જયરામ રવિ વગેરે સામેલ છે.

શનિવારે મણિરત્નમે ફિલ્મનું પ્રમોશન કર્યું

મણિરત્નમે શનિવારના રોજ મુંબઈમાં પોતાની આવનારી ફિલ્મ પોનીયિન સેલ્વન 1’નું પ્રમોશન કર્યું છે. કલ્કિ કૃષ્ણામૃતિ ઐતિહાસિક નવલકથા પર આધારિત આ પીરિયડ ડ્રામા ફિલ્મ તમિલમાં લખવામાં આવી છે. જે અરુલમોઝીવર્મના શરુઆતી દિવસોની સ્ટોરી કહે છે. જે પછી ચોલ સમ્રાટ રાજરાજા ચોલ પ્રથમ બને છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન મણિરત્નમે કહ્યું કે, ફિલ્મ આજના સમયમાં પ્રાસંગિક છે કારણ કે, આની રાજનીતિ અને મનોવિજ્ઞાન હજુ પણ સુસંગત છે.

આ ફિલ્મની સ્ટોરી ઇતિહાસમાં નોંધાયેલી છે

ફિલ્મ નિર્માતાને પૂછવામાં આવ્યું કે, શું તેણે ફિલ્મના ભાગોને મોટા પ્રેક્ષકોને અનુરૂપ બનાવ્યા છે કારણ કે PS1 એ દેશના અન્ય ભાગો માટે તમિલ ઇતિહાસની એક વિન્ડો હશે. મણિરત્નમે કહ્યું કે પુસ્તકમાં લખાયેલી સ્ટોરી એક ઐતિહાસિક સ્ટોરી છે. એવા ઘણા પાત્રો છે જે વાસ્તવિક છે, જેઓ અસ્તિત્વ ધરાવે છે અને જે ઇતિહાસમાં નોંધાયેલા પણ છે કલ્કીએ કેટલાક પાત્રો લખ્યા છે જે કાલ્પનિક છે અને મને લાગે છે કે તેણે જે રીતે બંનેને જોડ્યા છે તે આકર્ષક છે અને અમે તેને ફિલ્મમાં કેપ્ચર કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારબાદ દિગ્દર્શકે ખુલાસો કર્યો કે અજય દેવગણે ફિલ્મના કથાકાર તરીકે ‘પોનીયિન સેલવાન 1’ ના હિન્દી વર્ઝન માટે પોતાનો અવાજ આપ્યો છે.

અનિલ કપુર અને અજય દેવગણે આપ્યો અવાજ

અજય દેવગણની ભાગેદારી વિશે વાત કરતા કહ્યું કે, મારી પાસે હિન્દી ઈન્ડસ્ટ્રીનો આભાર માનવા માટે 2 લોકો છે. એક અનિલ કપુર છે કારણ કે આના ટ્રેલરમાં તેનો અવાજ છે બીજો અજય દેવગણ છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.