ગુજરાતમાં ચૂંટણી પહેલાં 10 લાખ માલધારીઓનું મહાસંમેલન યોજાશે, રબારી-ભરવાડ સમાજને 5-5 ટિકિટ આપવા માગ | A general meeting of 10 lakh maldharis will be held before the elections in Gujarat, they want to give 5-5 tickets to Rabari-Bharwad community

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A General Meeting Of 10 Lakh Maldharis Will Be Held Before The Elections In Gujarat, They Want To Give 5 5 Tickets To Rabari Bharwad Community

એક કલાક પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

માલધારી સમાજના પ્રશ્નોને લઈ શનિવારે અમદાવાદમાં સમગ્ર ગુજરાત માલધારી સમાજના સાધુ-સંતો અને માલધારી આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં માલધારી સમાજના પ્રશ્નોને લઇ અને ચર્ચા કરવામાં આવી હતી. માલધારી સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે થઈ સમાજે એક થઈ સરકાર સામે પડકાર ફેંકવાનો નિર્ણય લીધો છે. માલધારી સમાજ ચૂંટણી પહેલા માલધારી મહાસંમેલન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 10 લાખ માલધારીઓ ભેગા થશે. તો રબારી અને ભરવાડ સમાજને તમામ પાર્ટી 5-5 ટિકિટ આપે તેવી માગ કરવામાં આવી છે.

માલધારી સમાજ ઢોર મુદ્દે સરકારની કામગીરીથી નારાજ
રખડતા ઢોર મામલે સરકાર દ્વારા કડક પગલાં ભરી અને ઢોર પકડવાની કામગીરીને લઈ માલધારી સમાજ નારાજ છે. માલધારી સમાજના અનેક પ્રશ્નો જેવા કે રખડતાં ઢોર નિયંત્રણ કાયદો, ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા તેમજ ઢોરવાડામાં રહેલા ઢોરને દૂર કરવા જેવા પ્રશ્નો છે. મહા સંમેલનના આયોજન માટે નવરાત્રી પહેલાં સમગ્ર ગુજરાતના માલધારી 500 જેટલા આગેવાનોની સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે મિટિંગ યોજાશે.

ઢોર નિયંત્રણ કાયદાને ચોમાસું કે વિશેષ સત્રમાં રદ કરવા માગ
માલધારી સમાજના સાધુ સંતો અને આગેવાનોની આજે અમદાવાદમાં જે બેઠક મળી હતી. તેની અંદર વર્ષોથી માલધારી સમાજના અનેક પ્રશ્નો છે અને સરકાર દ્વારા જે રખડતા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો છે. તેને હવે જે પણ ચોમાસુ સત્ર કે વિશેષ સત્ર મળે તેમાં રખડતાં ઢોર નિયંત્રણ કાયદાને રદ કરવામાં આવે તેવી માગ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે. સાધુ સંતો અને આગેવાનો ભેગા મળી અને આ માટે સરકારને રજૂઆત કરશે. માલધારી સમાજનો વર્ષોથી અનેક પ્રશ્નો છે, જેનો કોઈપણ પ્રકારનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવેથી માલધારી સમાજ એક થઈ અને જે પણ પક્ષ માલધારી સમાજની સાથે ઉભો રહેશે, તેની સાથે માલધારી સમાજ રહેશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી પાસે લેખિત બાંયધરી
માલધારી સમાજના સાધુ સંતો અને આગેવાનો દ્વારા મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી કે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય અથવા આમ આદમી પાર્ટી આવી છે, તેને પણ કહીશું કે જે માલધારી સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવશે. અમે લેખિતમાં આપશે તેની સાથે સમાજ ઊભો રહેશે. કોઈપણ પાર્ટી હોય તેની પાસેથી લેખિતમાં વચન લેવામાં આવે કે તેઓ માલધારી સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવશે. તેની સાથે માલધારી સમાજના પાંચ વ્યક્તિઓને ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે. રાજકારણમાં માલધારી સમાજનો આજદિન સુધી માત્ર ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. માલધારી સમાજનો આગેવાન કોઈપણ પક્ષમાં હોય તેનાથી સમાજને કોઈ લેવાદેવા નથી. પરંતુ જ્યારે માલધારી સમાજનો કોઈ પ્રશ્ન આવે ત્યારે પક્ષાપક્ષી છોડી અને સમાજ એક બનો.

માલધારી સાધુ, સંતો અને આગેવાનોની બેઠક મળી
માલધારી સમાજના સાધુ સંતો અને આગેવાનોની જે બેઠક મળી હતી. તેમાં સુરેન્દ્રનગર દુધરેજના વડવાળા મંદિરના મહંત પ.પૂ 1008 મહામંડલેશ્વર કનીરામ બાપુ, ભરવાડ સમાજના મહંત ઘનશ્યામપુરી બાપુ, વાળીનાથ મંદિરના જયરામગીરી બાપુ, દેવુભગત તેમજ માલધારી આગેવાનો નાગજી દેસાઈ, લાલજી દેસાઈ, લાંભા વોર્ડના અપક્ષ કોર્પોરેટર કાળુ ભરવાડ, વિક્રમ ભુવાજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post