Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» બિહારમાં મળ્યુ સાપ જેવી પાંખો ધરાવતું દુર્લભ પતંગિયું, માત્ર 10 દિવસ જીવે છે આ પતંગિયું | Rare butterfly with snake like wings found in Bihar this butterfly lives only 10 days
Rare butterfly: હાલમાં બિહારના પશ્ચિમ ચંપારણમાં એક અનોખું પતંગિયુ મળી આવ્યુ છે. તેને એટલસ મોથ કહેવામાં આવે છે. તેના પાંખો પર સાપ જેવી આકૃતિ જોવા મળે છે.
બિહારના પશ્ચિમ ચંપારણમાં વાલ્મીકિ ટાઈગર રિઝર્વ થી બૈરિયા કાલા ગામમાં પતંગિયાની અનોખી પ્રજાતિ મળી છે. તેને એટલસ મોથ કહેવામાં આવે છે. તેના પાંખો પર સાપ જેવી આકૃતિ જોવા મળે છે. આ ગામના એક ઘરમાં ચાલી રહેલા બલ્બ પાસે મળી છે. તે ખાસ પતંગિયું છે. તેના પાંખો પર સાપ જેવી આકૃતિ જોવા મળે છે.
આ દુર્લભ પ્રજાતિનું પતંગિયુ છે. તે ખાસ કરીને ચીન, અમેરિકા અને મલેશિયા જેવા દેશોમાં વધારે જોવા મળે છે. અલગ અલગ દેશોમાં તેના અલગ અલગ નામ છે. તેની પાંખો 24 સેન્ટીમીટરમાં ફેલાય છે. આ પતંગિયાને પકડયા પછી છોડી દેવામાં આવી હતી.
કોઈ ખતરાનો અહેસાસ થતા જ તે રંગબેરંગી સાંપની આકૃતિવાળા પાંખો ફફડાવે છે. તે આ રીતે બીજાથી પોતાની સુરક્ષા કરે છે.
આ દુર્લભ પતંગિયાનું જીવનકાળ ફક્ત 10 દિવસનું છે. તે જંગલોમાં જૂનથી ઓગસ્ટ સુધીમાં વધારે જોવા મળે છે. તેના ઈંડામાંથી 2 અઠવાડિયા પછી બેબી પતંગિયાઓ બહાર આવે છે. તેને સંપૂર્ણ પતંગિયાના રુપમાં આવતા 21 દિવસ લાગે છે. ત્યાર બાદ તે ફકત 10 દિવસ જીવે છે.
આ પહેલા તે ઝારખંડમાં દેખાઈ હતી. તે અંધારામાં રોશનીની જેમ પ્રકાશિત થાય છે. તે ઓછી દેખાતી હોવાથી, સામાન્ય લોકોને તેની ઓછી જાણકારી છે.