વલસાડના ઉમરગામના દરિયા કિનારે ગણેશજીની 100થી વધુ ખંડિત પ્રતિમાઓ તણાઈ આવી, પર્યાવરણ પ્રેમીઓએ પ્રતિમાઓ એકત્રિત કરી | More than 100 broken Ganesha idols washed up on the beach of Umargam in Valsad, environmentalists collect the idols

વલસાડ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પ્રતિમાઓ ખંડિત થતા ગણેશભક્તોની લાગણી દુભાઈ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયા કિનારે વહેલી સવારથી શ્રીજીની વિસર્જન કરેલી ખંડિત પ્રતિમાઓ દર વર્ષે બહાર આવે છે. ચાલુ વર્ષે પણ 100થી વધુ શ્રીજીની પ્રતિમા દરિયા કિનારે જોવા મળતા સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ દરિયા કિનારે દેખાતી અર્ધ વિસર્જિત શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન તમામ મૂર્તિઓને એકત્રિત કરવામાં આવી હતી. દર વર્ષે ગણેશ ભક્તો આવતા વર્ષથી POPની મૂર્તિ નહીં લાવવાનો વિચાર કરે છે.

ઉમરગામ દરિયા કિનારે ભગવાન શ્રીજીની ખંડીત મૂર્તિઓ તણાઈ આવી હતી. ગતરોજ દોઢ દિવસના ગણેશજીના વિસર્જન બાદ આજે વહેલી સવારે 100 થી વધુ શ્રીજીની ખંડિત પ્રતિમાઓ દરિયા કિનારે તણાઈ આવતા શ્રીજી ભક્તોની લાગણી દુભાયેલી જોવા મળે છે. દર વર્ષે દરિયા કિનારે તંત્ર દ્વારા ખંડિત શ્રીજીની પ્રતિમાઓનું પુનઃવિસર્જન કરવામાં આવે છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વિસર્જન બાદ દરિયાની ભરતીમાં કિનારે તણાઈ આવતી હોય છે સંસારના વિઘ્નો દૂર કરવા દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ઠેરઠેર ગણેશ ઉત્સવ અંતર્ગત ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ સહ પરિવાર મિત્રો સાથે વિસર્જન કરવામાં આવતું હોય છે પરંતુ વિસર્જન બાદ ગણેશની ખંડિત પ્રતિમા સમાજ માટે મનોમંથનનો વિષય બની રહે છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post