નેશનલ ગેમ્સ, મેટ્રો રેલના ઉદ્દઘાટનમાં 10000ની ભીડ ભેગી કરવા ટાર્ગેટ

[og_img]

  • ગાંધીનગર કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્ર બંનેને જવાબદારી સોંપાઈ
  • 29મીએ 280 અને 30મીએ 100 બસો ગાંધીનગરથી અમદાવાદ દોડાવાશે
  • કોર્પોરેશનનું આખું તંત્ર બે દિવસ વ્યસ્તઃ સમગ્ર સ્ટાફ કામગીરીમાં રોકાઈ જશે

આગામી 29મીના નેશનલ ગેમ્સ તથા 30મીએ મેટ્રો રેલ પ્રોજેક્ટનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન થનાર છે. આ બંને ઉદ્દઘાટન સમારોહમાં અમદાવાદમાં વસતી ઉભી કરવા માટે ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાંથી દસ હજાર લોકોને લઈ જવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ગાંધીનગર કોર્પોરેશનને ૫ હજારનો ટાર્ગેટ છે. આ માટે પહેલા દિવસે ગાંધીનગરથી કુલ 280 જેટલી બસો દોડાવવામાં આવશે. જ્યારે બીજા દિવસે 100 બસોની વ્યવસ્થા ઉભા કરાઈ છે. અત્યારે જિલ્લા તંત્ર અમદાવાદ બે દિવસ જવા માટે લોકોની શોધખોળમાં લાગ્યું છે. સીધું તંત્રના શિરે ભીડ એકઠી કરવાની જવાબદારી આવી પડતાં અધિકારીઓના પગે પાણી ઉતરી રહ્યા છે.

આગામી 29મીથી 2036મી નેશનલ ગેમ્સનો આરંભ થઈ રહ્યો છે. આ વખતે ગુજરાત યજમાન બન્યું છે. નેશનલ ગેમ્સનું અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે સાંજે ૫ ક્લાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્દઘાટન કરશે. જ્યારે 30મીએ મેટ્રો રેલ પ્રોજેક્ટનું અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ, ટીવી ટાવર પાસે સવારે 10 ક્લાકે ઉદ્દઘાટનનું આયોજન છે. આ બંને ઉદ્દઘાટનના કાર્યક્રમમાં ગાંધીનગરથી બસો ભરીને નાગરિકોને લઈ જવામાં આવશે.

આ બંને દિવસ નગરજનોને લઈ જવા તથા લાવવા ઉપરાંત આનુસંગિક વ્યવસ્થાનું આયોજન કરવા માટે થઈને ગાંધીનગર કોર્પોરેશન તથા જિલ્લા તંત્ર દ્વારા નોડલ અધિકારીઓન નિમણુંક કરવામાં આવી છે. કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે. મહાપાલિકા વિસ્તારના તમામ વોર્ડમાંથી નાગરિકો ઉપરાંત શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને લઈ જવાની વિગતો છે. પણ જે બે સંસ્થાના નામ તંત્રને આપવામાં આવ્યા હતા તે ફસકી ગયા છે. આ સ્થિતીએ અધિકારીઓની હાલત કફોડી બની છે. લોકોને પીવાનું પાણી તથા ફુડપેકેટ આપવા સુધીની વ્યવસ્થા ઉભી કરાઈ છે. પરંતુ નવરાત્રિના પર્વ શરૂ થઈ જવાથી લોકો મળવા મુશ્કેલ છે. દસ હજાર લોકોને અમદાવાદ લઈ જવાનો ટાર્ગેટ કંઈ નાનો નથી. જે માટે અત્યારે તો મ્યુનિ તંત્ર અને જિલ્લા તંત્ર બંનેની અગ્નિપરીક્ષા જેવી સ્થિતી છે.

أحدث أقدم