સુરતમાં ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાશે, 15 ડ્રોન કેમેરા દ્વારા વોચ રખાશે | In Surat, arrangements will be made by the police for a peaceful Ganesha immersion, 15 drones will keep a watch through cameras.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Arrangements Will Be Made By The Police For A Peaceful Ganesha Immersion, 15 Drones Will Keep A Watch Through Cameras.

સુરત17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરત પોલીસ દ્વારા પણ ગણેશ વિસર્જનના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. - Divya Bhaskar

સુરત પોલીસ દ્વારા પણ ગણેશ વિસર્જનના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.

આગામી 9 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન છે, ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા પણ ગણેશ વિસર્જનના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવશે. 15 જેટલા ડ્રોન કેમેરા દ્વારા સેન્સિટીવ વિસ્તારમાં વોચ રાખવામાં આવશે. આ ઉપરાંત કૃત્રિમ તળાવ ખાતે પલ્બિકને એન્ટ્રી અપાશે નહીં.

વિસર્જનને લઈને તૈયારીઓ
ગણેશ વિસર્જનને લઈને સુરત પોલીસ દ્વારા તડામાર તૈયારી કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જ થાય તે માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યમાં 82 હજાર પ્રતિમાની સ્થાપના થઇ છે, તેમાંથી સૌથી વધુ સુરત શહેરમાં 68 હજાર પ્રતિમાની સ્થાપના થઇ છે. લોકોને અપીલ છે કે, 5 ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કૃત્રિમ તળાવ માં જ કરવામાં આવશે. કૃત્રિમ તળાવમાં વિસર્જન વખતે પલ્બિકને એન્ટ્રી અપાશે નહીં. 5 ફૂટથી વધુ ઉંચાઈવાળી મૂર્તિઓના વિસર્જનનો સમય અને રૂટ આપવામાં આવશે અને આ રૂટ ઉપર સમયસર નીકળવું. 3500 જેટલા એફઓપી યુનિફોર્મમાં પોલીસની મદદમાં રહેશે. 82 જેટલા સીસીટીવી ફક્ત રાજમાર્ગ પર લગાડવામાં આવ્યા છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે
કૃત્રિમ તળાવો પર પણ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, જેનું લાઈવ ટેલિકાસ્ટ કંટ્રોલ રૂમ ખાતે રહેશે. આ વખતે દરિયા અને તાપી નદીમાં ત્રણ બોટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. 15 જેટલા ડ્રોન કેમેરા દ્વારા સેન્સિટીવ વિસ્તારમાં વોચ રાખવામાં આવશે. હજીરા ખાતે 12 જેટલી ક્રેનો રહેશે જેમાં 2 ક્રેન રીઝર્વ રહેશે. 975 બોડી વોર્મ કેમેરાથી પોલીસ સજ્જ રહેશે. 80 મોડીફાઈડ બાઈકો દ્વારા પેટ્રોલિંગ રહેશે. આ ઉપરાંત શોશ્યલ મીડિયા મોનીટરીંગ ટીમ દ્વારા સતત શોશ્યલ મડિયા ઉપર પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ડીજેમાં કોઈ ધર્મની લાગણી દુભાય તેવા ગીતો વગાડવા પર પ્રતિબંધ રહેશે તેમજ 8 જેટલી ક્યુઆરટી ટીમો વ્રજ વાહન તથા બે બંકર વાહન સાથે સેન્સિટીવ વિસ્તારમાં સ્ટેન્ડ ટુ રહેશે પોલીસ બંદોબસ્તમાં 2 એડીશન સીપી, 16 ડીસીપી, 5 હજાર પોલીસ કર્મચારીઓ, 14 એસઆરપી કંપની, 28 એસીપી, 95પીઆઈ, 237 પીએસઆઈ, આરએએફની 1 કંપની, 5600 હોમગાર્ડ તથા 1350 ટીઆરબી જવાનો બંદોબસ્તમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم