એશિયા કપ: પાકિસ્તાન સામે હોંગકોંગને જીતવા 194 રનનો ટાર્ગેટ

[og_img]

  • મોહમ્મદ રિઝવાનના સૌથી વધુ 78 રન
  • ફખર ઝમાને 41 બોલમાં 53 રન બનાવ્યા
  • છેલ્લી ઓવરમાં 29 રન ફટકાર્યા

એશિયા કપ 2022માં હોંગકોંગ સામે પાકિસ્તાને 193 રન બનાવ્યા હતા અને હોંગકોંગને જીતવા 194 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી વિકેટકીપર મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 78 રન, જ્યારે  ફખર ઝમાને 41 બોલમાં 53 રન બનાવ્યા હતા. ખુશદિલ શાહ આજની મેચમાં આક્રમક બેટિંગ કરતા 15 બોલમાં 5 છગ્ગાની માળથી 35 રન ફટકાર્યા હતા. પાકિસ્તાને અંતિમ ઓવરમાં કુલ 29 રન ફટકાર્યા હતા.

હોંગકોંગે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

એશિયા કપ 2022ની છઠ્ઠી મેચમાં હોંગકોંગે શારજાહના મેદાન પર પાકિસ્તાન સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પાકિસ્તાનને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બંને ટીમો માટે આજનો મુકાબલો અત્યંત મહત્વપૂર્ણ છે. આજની મેચમાં જીતનાર ટીમ સુપર-4 રાઉન્ડમાં  રવિવારે ભારત સામે ટકરાશે. 

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

પાકિસ્તાન: મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઇફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, શાદાબ ખાન, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, હરિસ રૌફ, નસીમ શાહ, શાહનવાઝ દહાની

હોંગકોંગ: નિઝાકત ખાન (કેપ્ટન), યાસીમ મુર્તઝા, બાબર હયાત, કિંચિત શાહ, એઝાઝ ખાન, સ્કોટ મેકકેની (વિકેટકીપર), જીશાન અલી, હારૂન અરશદ, એહસાન ખાન, આયુષ શુક્લા, મોહમ્મદ ગઝનફર

أحدث أقدم