જૂનાગઢ જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ અભિયાન-2022 હેઠળ ઉજવાય રહેલો પોષણમ માહ, કિશોરીઓ, સગર્ભામાતા, ધાત્રીમાતા પોષણ વિશે માહિતગાર કરાયા | In Junagadh District under the National Nutrition Campaign-2022, the Nutrition Month is being celebrated, girls, expectant mothers, midwives are informed about nutrition.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Junagadh District Under The National Nutrition Campaign 2022, The Nutrition Month Is Being Celebrated, Girls, Expectant Mothers, Midwives Are Informed About Nutrition.

જુનાગઢ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • તા.૦૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી પાંચમાં પોષણ માસની ઉજવણી કરાશે
  • મહિલા અને સ્વાસ્થ્ય થીમ પર વિવિધ પ્રકારની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન

કેન્દ્ર સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં તા.૦૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન પાંચમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગ (ICDS)દ્વારા જૂનાગઢ જિલ્લાના મજેવડી સેજાના માખીયાળા ગામમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડીના લાભાર્થી (બાળકો, કિશોરીઓ, સગર્ભામાતા, ધાત્રીમાતા)ની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

ઉપરાંત પોષણ માહ-૨૦૨૨ની ઉજવણીમાં બિલખા ખાતે સરપંચશ્રી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ (સંકલિત બાળ વિકાસ સેવા) દ્વારા આપવામાં આવતા THRના લાભાલાભ આંગણવાડી ખાતે લાભાર્થીઓ તેમજ ગ્રામજનોને આપીને પોષણ પંચાયતનો નારો ચરિતાર્થ કર્યો હતો. જેમાં પ્રોગ્રામ ઓફિસર, સરપંચ, મેડીકલ ઓફિસર, આયુષ ડોક્ટર દ્વારા લાભાર્થીઓને પોષણ અને આરોગ્ય વિષે સમજ આપવામાં આવી હતી. લાભાર્થીના વાલીઓને બાળકોની ઉંમર પ્રમાણે વજન અને ઉચાઇ, વૃદ્ધિ વિષે સમજ આપવામાં આવી હતી. ગામના સરપંચશ્રી દ્વારા કિશોરીઓને THR (પૂર્ણાશક્તિ)ના ઉપયોગ તેમજ ફાયદાઓ વિષે સમજ આપવામાં આવી હતી.

દર માહના પ્રથમ મંગળવારના રોજ સગર્ભામાતાની ગોદભરાઈની રસમ કરવામાં આવે છે. જેથી સગર્ભાવસ્થા દરમિયાન માતાને પોતાની અને બાળકની સંભાળ કઈ રીતે કરવી તે સમજ મળી રહે તેમજ પોષણ અને આરોગ્ય વિષે માહિતગાર કરવામાં આવે છે. તેમજ કેશોદ-૨ ઘટકના મેસવાણ તાલુકામાં કિશોરીઓને THR(પૂર્ણાશક્તિ)ના રોજીંદા ઉપયોગ તેમજ ફાયદાઓ, IFAઉમર પ્રમાણે પોષણ, આરોગ્ય વિષે વિસ્તુત સમજ આપવામાં આવી હતી.

માખિયાળા ખાતેના આરોગ્ય કેમ્પમાં પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા પંચાયત સભ્ય, સરપંચ, આયુષ ઓફિસર, હોમીયોપોથી ડોક્ટર, સી.ડી.પી.ઓ., મુખ્ય સેવિકા બહેન, આંગણવાડી વર્કરો, આશા બેહેનની હાજરીમાં પોષણ અભિયાન ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم