એશિયા કપ 2022ના વિજેતા અંગે સેહવાગની ચોંકાવનારી ભવિષ્યવાણી

[og_img]

  • સેહવાગના મતે આ વર્ષે એશિયા કપ પાકિસ્તાન જીતશે
  • ભારત 7, પાકિસ્તાન 2, શ્રીલંકા 5 વખત એશિયા કપ જીત્યું
  • ભારતે ફાઈનલ રમવી હોય તો બે મેચ જીતવી જ પડશે

વીરેન્દ્ર સેહવાગે વર્તમાન એશિયા કપ 2022ના વિજેતા વિશે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. સેહવાગે કહ્યું કે ભારતે શ્રીલંકા સામેની મેચ જીતવી પડશે, નહીં તો ટુર્નામેન્ટ ટૂંક સમયમાં ભારતીય ટીમ માટે સમાપ્ત થઈ શકે છે.

વીરેન્દ્ર સેહવાગે કરી ભવિષ્યવાણી

શ્રીલંકા સામે ભારતના એશિયા કપ 2022 સુપર 4 સ્ટેજ પહેલા, ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે આ વર્ષે એશિયા કપનો ખિતાબ કોણ જીતશે તેની ભવિષ્યવાણી કરી છે. સેહવાગે કહ્યું કે ભારત માટે આવનારી મેચ જીતવી મહત્વપૂર્ણ છે. સુપર-4ની છેલ્લી મેચમાં ભારતનો પાકિસ્તાન સામે પરાજય થયો હતો. ભારતની હાર પછી સેહવાગે આગાહી કરી હતી કે પાકિસ્તાન વિજેતા તરીકે ઉભરી શકે છે.

એશિયા કપમાં પાકિસ્તાન મજબુત સ્થિતિમાં

વીરેન્દ્ર સેહવાગે કહ્યું, “જો ભારત વધુ એક મેચ હારી જશે તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. પાકિસ્તાનને ફાયદો છે કારણ કે જો તેઓ એક મેચ હારી જાય અને બીજી જીતે તો તેમનો નેટ રન રેટ તેમને ફાઇનલમાં લઈ જશે કારણ કે તેઓ એક મેચ હાર્યા છે અને બે જીત્યા છે. ભારત એક મેચ હારી ગયું છે અને જો તે બીજી હારી જશે તો તે બહાર થઈ જશે. તેથી ભારત પર દબાણ છે. પાકિસ્તાન લાંબા સમય બાદ ફાઇનલમાં રમશે અને તેણે એશિયા કપમાં પણ લાંબા સમય બાદ ભારતને હરાવ્યું છે.

આ વર્ષ પાકિસ્તાનનું હોઈ શકે: સેહવાગ

તેણે કહ્યું, “આ વર્ષ પાકિસ્તાનનું હોઈ શકે છે.” એશિયા કપ 2022ની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને ભારત સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પાકિસ્તાને હોંગકોંગને મોટા અંતરથી હરાવ્યું. આ પછી, તેમની ત્રીજી મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાને અફઘાનિસ્તાન જેવી ટીમોથી સાવચેત રહેવું પડશે, જે ટૂર્નામેન્ટમાં ટોપ ફોર્મમાં છે.

ભારતે 7 વખત એશિયા કપ જીત્યો

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન છેલ્લે 2014માં એશિયા કપની ફાઈનલ રમ્યું હતું, જ્યારે તે શ્રીલંકા સામે પાંચ વિકેટે હારી ગયું હતું. પાકિસ્તાન અત્યાર સુધી માત્ર 2 વખત એશિયા કપ જીત્યું છે. પાકિસ્તાને 2000 અને 2012માં એશિયા કપ જીત્યો હતો. ભારત 7 વખત જ્યારે શ્રીલંકાએ 5 વખત આ ખિતાબ જીત્યો છે.

સુપર 4માં પાકિસ્તાને ભારતને હરાવ્યું

સુપર 4માં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. મોહમ્મદ રિઝવાને 51 બોલમાં 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતે પાકિસ્તાન સામે 182 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પાકિસ્તાને આ લક્ષ્યાંક 19.5 ઓવરમાં હાંસલ કરીને મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 181 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 44 બોલમાં 60 રન બનાવ્યા હતા.

أحدث أقدم