પાટણમાં પર્યુષણની પૂર્ણાહૂતિ નિમિત્તે પરંપરાગત 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની કર્તવ્ય શોભાયાત્રા યોજાઈ | A traditional 24th Tirthankar Bhagwan Mahaveer Swami procession was held in Patan on the occasion of Paryushan Purnahooti.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Traditional 24th Tirthankar Bhagwan Mahaveer Swami Procession Was Held In Patan On The Occasion Of Paryushan Purnahooti.

પાટણ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જૈન સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા

પાટણની પાવન ભૂમિ પર જૈનોના પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણની પૂર્ણાહૂતિ નિમિત્તે પરંપરાગત મુજબ 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની કર્તવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ક્ષમાયાચના, અહિંસા અને પ્રાણીપ્રત્યે જીવદયા રાખવાનું મહાપર્વ પર્યુષણ ધર્મમય માહોલમાં સંપન્ન થયું છે. આઠ દિવસના આ પર્વમાં જૈન શ્રાવકો દ્વારા ભગવાન મહાવીર સ્વામીની કઠીન તપસ્યા કરવામાં આવી હતી. તેમજ શહેરની વિવિધ પોષધશાળાઓમાં મુની પંન્યાસો હારાજૈન શ્રાવકોને પર્વ વિશેનું જ્ઞાન પીરસવામાં આવ્યુ હતું.

લોકો મોટી સંખ્યામાં જોડાયા
આજે પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે શહેરના પ્રાચીન પંચાસર જૈન દેરાસર ખાતેથી નગીનભાઈ પોષધશાળા અને સાગર જૈન ઉપાશ્રય દ્વારા ભગવાન મહાવીર સ્વામીની કર્તવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં અગ્રભાગે કિસાન ડંકો તેમજ ઉંટલારીઓમાં વિવિધ જૈન મહિલા મંડળની બહેનોએ ભગવાન મહાવીર સ્વામીના સ્તોત્રગાનની રમઝટ બોલાવી હતી. આ શોભાયાત્રામાં ચાર્તુમાસ કરવા આવેલા વિવિધ જૈન મુનીઓ, સાધ્વીજી મહારાજ સાહેબો સહિત જૈન સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

શોભાયાત્રાને સ્થાન કરાવ્યુ
આ શોભાયાત્રામાં અપાશ્રયોના ભગવાનોને અલગ અલગ રથમાં બીરાજીત કરી શોભાયાત્રાને સ્થાન કરાવ્યુ હતું જે શોભાયાત્રા શહેરના નીર્ધારીત કરેલા માર્ગો પર ફરી પંચાસર દેરાસર ખાતે સમાપન કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم