નવરાત્રીના નવ દિવસમાં 240 કરોડની Cars, 75 કરોડના Two Wheeler વેચાશે

[og_img]

  • 2000 કાર, 750 બાઈકનું એડવાન્સ બુકિંગ
  • પહેલા નોરતે 750 કાર, 2200 બાઈકનું વેચાણ
  • 450 ઈલેક્ટ્રિક કાર, 1200 બાઈકનું પણ બુકિંગ

સુરતમાં નવરાત્રીના પાવન પર્વ ઉપર નવું વાહન ખરીદવાનો જબરદસ્ત ક્રેઝ છે. તેમાં પણ પહેલા અને આઠમા નોરતે કાર અને ટુવ્હીલર ખરીદવા સુરતીઓ એડવાન્સમાં બુકિંગ કરાવી રાખે છે. દરમિયાન આ નવરાત્રીએ સુરતમાં અંદાજિત 240 કરોડની કિંમતની 2000 કાર અને 75 કરોડની કિંમતના 7500 ટુવ્હીલરનું એડવાન્સ બુકિંગ થયું છે. આ બુકિંગ પૈકી પહેલા નોરતે 750 કાર અને 2200 બાઈકની ડિલિવરી લઈ લેવામાં આવી છે. હવે આઠમના દિવસે સૌથી વધુ વ્હીકલની ડિલિવરી લેવાશે.

નવરાત્રીના આરંભ સાથે જ સુરતમાં ઓટોસેક્ટરની ગાડી પૂરપાટ ઝડપે દોડવા માંડી છે. કાપડ માર્કેટ, હીરાબજારની સાથે ઓટોસેક્ટરના બજારમાં રોનક જોવા મળી રહી છે. સુરતમાં નવરાત્રીના નવ દિવસમાં અંદાજિત ૩15 કરોડ રૂપિયાના વાહનો વેચાશે. જેમાં 200 કાર અને 7500 ટુવ્હીપરનું વેચાણ થશે. નવરાત્રીના પાવન પર્વે વાહન ખરીદવા શહેરીજનોએ એડવાન્સમાં બુકિંગ કરાવી રાખ્યું હતું. દરમિયાન પહેલા નોતરે સવારથી જ વાહનના શોરૂમ ઉપર વ્હીક્લની ડિલિવરી લેવા માટે ભીડ જોવા મળી હતી.

સુરત ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં પણ રાજ્યભરમાં અવ્વલ છે. ત્યારે નવરાત્રીએ પેટ્રોલ-ડિઝલની સાથે સુરતમાં ઈલેક્ટ્રિક વ્હીકલનું બુકિંગ પણ મોટાપાયે થયું છે. એક અદાજ પ્રમાણે સુરતમાં 450 ઇલેક્ટ્રિક કાર અને 1200 ઇલેક્ટ્રિક ટુવ્હીલર બુક થયા છે.

મોંધાદાટ વાહનોની સાથે તેના પસંદગીના નંબર પાછળ પણ લખલુંખ ખર્ચ કરાશે

મોઘાદાટ વાહનો ખરીદવાના શોખિન સુરતીઓ વ્હીકલનો પસંદગીનો નંબર લેવા પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચી નાંખે છે. 1 નંબરની સાથે સાથે 9999, 999, 1111, 111, 7777, 2727, 7272 સહિતના નંબરોની સાથે સૌથી પહેલા ખરીદેલા વ્હીકલનો અથવા જન્મ તારીખને લગતાં પસંદગીના નંબર પાછળ સુરતીઓ 25 હજારથી 2.50 લાખ રૂપિયા ખર્ચતા ખચકાતા નથી.

Previous Post Next Post