Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» 36th National Gamesની શૂટિંગ રેન્જ ઈવેન્ટમાં ગુજરાતના ખેલાડીઓ ગોલ્ડ મેડલ પર સાધશે નિશાન | The 36th National Games Shooting Rifle and Pistol will be held in Ahmedabad from 29th September to 3rd October 2022.
ગુજરાતના યજમાન પદે યોજાઈ રહેલ નેશનલ ગેમ્સમાં ભાગ લેવા 7000થી વધુ ખેલાડીઓ ગુજરાત આવી પહોંચ્યા છે. રાઈફલ ક્લબ અમદાવાદ ખાતે આજથી શરૂ થઈ શૂટિંગ ઇવેન્ટ પ્રથમ દિવસે ખેલાડીઓએ શૂટિંગ રેન્જમાં પ્રેક્ટિસ કરી હતી.
36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ તા.29 સપ્ટે 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થનાર છે. આ ગેમ્સમાં ભાગ લેવા દેશમાંથી કુલ 7000થી વધુ ખેલાડીઓ ગુજરાત આવી પહોંચ્યા છે. રાજ્યમાં 6 શહેરમાં 19 સ્થળોએ આ ખેલ મહોત્સવ યોજાઈ રહ્યો છે. જે તા.12 ઑકટો 2022ના રોજ પૂર્ણ થશે.
અમદાવાદ ખાતે શૂટિંગ ગેમ્સનું આયોજન રાઇફલ ક્લબ ખાતે થનાર છે. જ્યાં ત્રણ રેન્જ શૂટિંગ સ્પર્ધા યોજાવાની છે. આજ રોજ જુદા જુદા રાજ્યમાંથી આવેલા ખેલાડીઓએ શુટિંગ પ્રેક્ટિસ કરી હતી. જેમાં 10 મીટર રેન્જમાં રાયફલ શૂટિંગમાં તેમજ 25 મીટર રેન્જમાં પિસ્તોલમાં ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી મનોબળ મજબૂત કર્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત આ નેશનલ ગેમ્સ નું યજમાન પદ લીધું છે અને ફક્ત 3મહિનાના ટૂંકા ગાળામાં બધી જ ગેમ્સ માટે રમતના મેદાનો તૈયાર કરી આપ્યા છે. તેમજ રાજયના તમામ 6 શહેરોમાં આવનાર તમામ ખેલાડીઓ માટે રહેવા જમવા, ટ્રાન્સપોર્ટ તેમજ સ્થળ પર જરૂરી ટેકનિકલ સુવિધાઓ ઊભી કરી આપી છે. બહારથી આવનાર તમામ ખેલાડીઓ એ ગુજરાતની વ્યવસ્થા જોઈ ખૂબજ ખુશી વ્યક્ત કરી હતી.
શૂટિંગ ગેમ્સ ની શરૂઆત રાઇફલ કલબ અમદાવાદ ખાતે તા. 29 સપ્ટે 2022થી થશે. જેમાં 10મીટર રાયફલ, 25મીટર પિસ્તોલ, 50 મીટર રાયફલ રેન્જ માટે મેન્સ અને વિમેન્સની કોમ્પિટીશન યોજાશે. જેમાં અન્ય રાજ્યની સાથે ગુજરાતના રાજ્યના ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લઇ ગોલ્ડ, સિલ્વર મેડલ મેળવેલા ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ગેમ્સ માટે આપેલ જીતના મંત્ર ગો ફોર ગોલ્ડ ‘ ને આવનાર સમયમાં ગુજરાતના ખેલાડીઓ સાકાર કરી ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવવામાં જરૂર સફળતા મેળવશે એવું પ્રેક્ટિસ સેશન દરમિયાન આજે જોવા મળ્યુ હતું.