પર્યુષણ । વડોદરામાં પ્રથમ વખત 45 બગીઓ સાથે શોભાયાત્રા નીકળી

[og_img]

  • શોભાયાત્રામાં 5000 કરતાં વધુ ભાવિકો જોડાયા
  • 225 શ્રાવક અને શ્રાવિકાઓએ તપ કર્યા
  • બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરાવાઈ

વડોદરામાં પ્રથમ વખત 45 બગીઓ સાથે તપસ્વીઓની શોભા યાત્રા પ્રસ્થાન કરાવાઈ હતી, જેમાં 5000 કરતાં વધુ ભાવિકો જોડાયા હતા. પર્યુષણ પર્વ નિમિત્તે શહેરના કારેલીબાગ મુનિ સુવ્રત સ્વામી જિનાલય ખાતે 225 શ્રાવક-શ્રાવિકાઓએ તપ કર્યા હતા. તેઓનું આજે 45 બગીઓ, બેન્ડવાજા, હાથી-ઘોડા પાલખી સાથે ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરાવાઈ હતી. શહેરના રાજમાર્ગો પર ત્રણ કલાક સુધી ફરેલી શોભાયાત્રા બપોરે જિનાલય ખાતે પરત આવી હતી. જ્યાં આચાર્ય રાજહંસ સુરીશ્વરજીએ સર્વને આશીર્વાદ પ્રદાન કરી તમામ જીવોની રક્ષા કરવા આહવાન કર્યું હતું.

أحدث أقدم