[og_img]
- શ્રીલંકાએ અફઘાનિસ્તાનને 4 વિકેટે હરાવ્યું
- કુસલ મેન્ડિસના 36, પથુમ નિસાંકાના 35 રન
- દાનુષ્કા ગુણાથિલાકાના 33, ભાનુકા રાજપક્ષેના 31 રન
એશિયા કપ 2022ના સુપર-4 રાઉન્ડના પહેલા મુકાબલામાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે સૌથી વધુ 36 રન ફટકાર્યા હતા. આ સિવાય પથુમ નિસાંકાના 35, દાનુષ્કા ગુણાથિલાકાના 33 અને ભાનુકા રાજપક્ષેએ 31 રન બનાવી જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
અફઘાનિસ્તાનની દમદાર બેટિંગ
શારજાહના ક્રિકેટ સ્ટેડિયમમાં આજે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચેના મુકાબલામાં રહેમાનુલ્લાહ ગુરબાઝની શાનદાર બેટિંગના સહારે અફઘાનિસ્તાને શ્રીલંકા સામે નિર્ધારિત 20 ઓવરમાં 175 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને જીતવા માટે 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
શ્રીલંકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી
એશિયા કપ 2022ના સુપર-4 રાઉન્ડના પહેલા મુકાબલામાં શ્રીલંકાએ શારજાહના મેદાન પર અફઘાનિસ્તાન સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમો એશિયા કપમાં આજે બીજી વખત ટકરાશે. આ પહેલાના મુકાબલામાં અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવ્યું હતું જેનો અફઘાનિસ્તાનની ટીમને ફાયદો થશે.
બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
શ્રીલંકા:
પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (wk), ચારિથ અસલંકા, દાનુષ્કા ગુણાથિલાકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (c), વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહેશ થીક્ષાના, અસિથા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા
અફઘાનિસ્તાન:
હઝરતુલ્લાહ ઝાઝાઈ, રહેમાનુલ્લાહ ગુરબાઝ (wk), ઈબ્રાહીમ ઝદરાન, મોહમ્મદ નબી (c), નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, સમીઉલ્લાહ શિનવારી, રાશિદ ખાન, નવીન-ઉલ-હક, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી