રાજકોટની 8 ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટી મોકડ્રીલ

[og_img]

  • રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા મોકડ્રીલ
  • આગ લાગવા જેવા આફતના સમયે શું કરવું તેની તાલીમ અપાઈ
  • ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજણ અપાઈ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા આજે મંગળવાર તા. 06-09-2022ના રોજ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (1) સોમનાથ હોસ્પિટલ કૃષ્ણનગર મેઇન રોડ, સ્વામિનારાયણ ચોક પાસે, મવડી, (2) સૌરાષ્ટ્ર ડાયાબીટીઝ સેન્ટર, રૈયા સર્કલ, 150 ફુટ રીંગ રોડ (3) બી. એ. ડાંગર હોમીયોપેથી & જનરલ હોસ્પિટલ, રેલનગર (4) સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ, સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ રોડ (5) ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ (6) ક્રાઇસ્ટ હોસ્પિટલ, જામનર રોડ, (7) સમર્પણ હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ, (8) ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ માં ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.

ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન વિવિધ 8 હોસ્પિટલોમાં ડોકટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફિસર આઇ.વી. ખેર, ડે. ચીફ ફાયર ઓફિસરના સુપરવિઝન હેઠળ સ્ટેશન ઓફિસર એ.કે.દવે, એફ.આઇ.લુવાની, એ.એસ.બારીયા, એ.બી.ઝાલા, એમ.કે.જુણેજા, આર.એ.વિગોરા, એચ. પી. ગઢવી, ઇન્ચાર્જ સ્ટેશન ઓફીસર આર.પી.જોષી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ.

أحدث أقدم