ગુલામ નબી આઝાદ બાદ હવે પૃથ્વીરાજ કોંગ્રેસ છોડવાની તૈયારીમાં!, ટીવી ચેનલ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કરી ટિપ્પણી, કોંગ્રેસ નેતા ભડક્યા | After Ghulam Nabi Azad, now Prithviraj chavan preparing to leave Congress!, Commenting against Rahul Gandhi on TV channel

વિરેન્દ્ર વશિષ્ઠે કહ્યું, ‘હું રાહુલ ગાંધી વિરુદ્ધ ખોટું બોલવા બદલ કાર્યવાહીની માંગ કરું છું.’ તાજેતરમાં ચવ્હાણે એક મરાઠી અને અંગ્રેજી ન્યૂઝ ચેનલ પરની ચર્ચામાં પાર્ટીની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.

ગુલામ નબી આઝાદ બાદ હવે પૃથ્વીરાજ કોંગ્રેસ છોડવાની તૈયારીમાં!, ટીવી ચેનલ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કરી ટિપ્પણી, કોંગ્રેસ નેતા ભડક્યા

Image Credit source: TV9 GFX

કોંગ્રેસની (Congress) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ (Gulam Nabi Azad) બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણનો (Prithviraj Chavan) સૂર પણ બળવાખોરી તરફ જતા જોવા મળી રહ્યો છે. આનાથી કોંગ્રેસના નેતા વિરેન્દ્ર વશિષ્ઠ નારાજ છે અને તેમણે પૂર્વ સીએમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. પૃથ્વીરાજ ચવ્હાણ જી-23 જૂથના સભ્ય છે, જેણે કોંગ્રેસમાં વિરોધનો અવાજ ઉઠાવ્યો છે. હાલમાં જ એક ન્યૂઝ ચેનલ પર આઝાદને આડકતરી રીતે સમર્થન આપતાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની ટીકા કરી હતી. વશિષ્ઠે દાવો કર્યો છે કે ચવ્હાણ કોંગ્રેસ પાર્ટીમાં યોજાનારી આંતરિક ચૂંટણીઓને લઈને ટીવી ચેનલો પર “ખોટા નિવેદનો” આપી રહ્યા છે.

વિરેન્દ્ર વશિષ્ઠે આ સંદર્ભમાં કોંગ્રેસની શિસ્ત સમિતિના વડા તારિક અનવરને ઈમેઈલ મોકલ્યો છે. વિરેન્દ્ર વશિષ્ઠે કહ્યું, ‘હું રાહુલ ગાંધી વિરુદ્ધ ખોટું બોલવા બદલ કાર્યવાહીની માંગ કરું છું.’ તાજેતરમાં ચવ્હાણે એક મરાઠી અને અંગ્રેજી ન્યૂઝ ચેનલ પરની ચર્ચામાં પાર્ટીની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમને મરાઠી ચેનલ પર પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસમાં બધું જ રાહુલ ગાંધી સાથે સંબંધિત છે. જી-23ના નેતાને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ટિપ્પણી પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગેહલોતે કહ્યું હતું કે કોંગ્રેસે આઝાદને બધું જ આપી દીધું છે. આના પર ચવ્હાણે પૂછ્યું કે શું પાર્ટીએ બંધારણનું પાલન કરવું જોઈએ અથવા તેમને જે કહેવામાં આવે તે સ્વીકારવું જોઈએ.

ભૂપેન્દ્ર હુડ્ડા અને આનંદ શર્મા પણ ‘ગુસ્સે’

પૃથ્વીરાજ ચવ્હાણ સિવાય કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓ જાહેર મંચ પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જેમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને આનંદ શર્માનો સમાવેશ થાય છે. આ ત્રણ ગુલામ નબી આઝાદને તેમના ઘરે મળવા પણ ગયા હતા. એવું માનવામાં આવે છે કે આ બેઠક ભવિષ્યની યોજનાઓને લઈને થઈ હતી. કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને પાંચ પાનાનો લાંબો પત્ર લખ્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી પાર્ટીની કામગીરીને બરબાદ કરી રહ્યા છે. તેમણે રાહુલ ગાંધીને અપરિપક્વ કહ્યા. તે જ સમયે, તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ પાર્ટીના તે વરિષ્ઠ નેતાઓનું અપમાન કરે છે, જેમણે કોંગ્રેસ માટે પોતાનું આખું જીવન આપી દીધું. 17 ઓક્ટોબરે કોંગ્રેસના આગામી પ્રમુખ માટે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીનું પરિણામ 19 ઓક્ટોબરે આવવાનું છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં અનેક નેતાઓ નારાજ જોવા મળી રહ્યા છે.

أحدث أقدم