الأربعاء، 7 سبتمبر 2022

Ahmedabad : લાલદરવાજા અને ભદ્ર વિસ્તારમાં વેપારીઓ પર રોફ જમાવી પૈસા પડાવતો નકલી પોલીસ ઝડપાયો | Ahmedabad Duplicate policeman was caught extorting money from traders in Lal Darwaja and Bhadra areas

અમદાવાદ(Ahmedabad)શહેરના લાલ દરવાજા અને ભદ્ર(Bhadra)  વિસ્તારમાં વેપારીઓની પાસે જઈ રોફ જમાવી પૈસા પડાવતો એક નકલી પોલીસ (Duplicate Police) ઝડપાયો છે.

Ahmedabad : લાલદરવાજા અને ભદ્ર વિસ્તારમાં વેપારીઓ પર રોફ જમાવી પૈસા પડાવતો નકલી પોલીસ ઝડપાયો

Ahmedabad Crime Branch Arrest Accused

અમદાવાદ(Ahmedabad) શહેરના લાલ દરવાજા અને ભદ્ર(Bhadra)  વિસ્તારમાં વેપારીઓની પાસે જઈ રોફ જમાવી પૈસા પડાવતો એક નકલી પોલીસ (Duplicate Police) ઝડપાયો છે. આ વૃદ્ધ પોલીસના બુટ અને કેપ ની સાથે આઈકાર્ડ રાખી લોકો સમક્ષ રોફ જમાવતો હતો. લોકોના ધ્યાને આ નકલી પોલીસ આવતા જ અસલી પોલીસને જાણ કરાય હતી. આ વૃદ્ધ નકલી પોલીસ હોવાનું સામે આવ્યું હતું. લાલ દરવાજા – ભદ્ર વિસ્તારમાં આમ તો બંદોબસ્ત અને પોલીસ પોઇન્ટ હોવાથી ત્યાંના તમામ પોલીસ કર્મીઓને લોકો ઓળખતા હોય છે..પણ ગઈકાલે આ વૃદ્ધ પોલીસના સ્વાંગમાં આવ્યો અને લોકોને રોફ જમાવી રહ્યો હતો.તેવામાં શંકા જતા જ લોકોએ તપાસ કરી અને અસલી પોલિસ ને જાણ કરી.પોલીસે જઈને તપાસ કરી તો આ વૃદ્ધ કોઈ પોલીસ અધિકારી નહોતો.તેને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરી તો આ વૃદ્ધ અનેક નામ અને સરનામા રાખતો હોવાનું સામે આવ્યું. સાથે જ તેની પાસેથી એક નકલી આઈકાર્ડ પણ મળી આવ્યું..જેમાં તેણે અમરસિંહ પર્વતસિંહ જાડેજા નામ લખી સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર ઓલ ઇન્ડિયા ડિવિઝન ગાંધીનગર દિલ્હી ભારત સરકાર નું લખાણ લખ્યું હતું.

અરવિંદ શાંતિલાલ પટેલ આમ તો 65 વર્ષથી વધુની ઉંમર ધરાવે છે અને આરોપી મૂળ પેટલાદ નો છે

જેમાં આરોપી બાબુ સોમચંદ પટેલ ઉર્ફે રમેશ ઉર્ફે અરવિંદ શાંતિલાલ પટેલ આમ તો 65 વર્ષથી વધુની ઉંમર ધરાવે છે અને આરોપી મૂળ પેટલાદ નો છે. છેલ્લા ઘણા સમયથી વડોદરા માં રખડતો ભટકતો હતો.તે અગાઉ પણ છેતરપિંડી અને પ્રોહીબિશનના કેસમાં ચૌદેક વર્ષ જેલ જઈ આવ્યો છે અને તેના કારણે જ તેના પરિવારજનોએ પણ તેને ઘરમાંથી કાઢી મુક્યો હોવાનું સામે આવ્યું છે. આ આરોપીએ જાતે જ કોરા કાગળ પર નામ ઠામ અને સિક્કો મારી પોલીસનું આઈકાર્ડ બનાવ્યું હતું.

જ્યારે નકલી પોલીસની કારંજ પોલીસે ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે કે આરોપીએ અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી પૈસા ખંખેર્યા છે. તેનું અસલી નામ ઠામ સરનામું શુ છે તે બાબતે હકીકત જાણવા પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.