Ahmedabad : બેંક લોનના બહાને મેનેજર અને એજન્ટે કરી છેતરપિંડી, પોલીસે બે લોકોની ધરપકડ કરી | Ahmedabad Manager and agent committed fraud on pretext of bank loan police arrested two people

અમદાવાદ (Ahmedabad)શહેરમાં બેંકમાં લોન (Bank Loan)કરાવી આપવાના બહાને બેન્કના જ ડિરેક્ટર, મેનેજર અને એજન્ટએ ભેગા મળીને ગ્રાહક સાથે છેતરપિંડી(Fraud)આચરી હોવાની વિગતો સામે આવી છે

Ahmedabad : બેંક લોનના બહાને મેનેજર અને એજન્ટે કરી છેતરપિંડી, પોલીસે બે લોકોની ધરપકડ કરી

Ahmedabad Crime Branch Arrest Fruad Accused

અમદાવાદ (Ahmedabad)શહેરમાં બેંકમાં લોન (Bank Loan)કરાવી આપવાના બહાને બેન્કના જ ડિરેક્ટર, મેનેજર અને એજન્ટએ ભેગા મળીને ગ્રાહક સાથે છેતરપિંડી(Fraud)આચરી હોવાની વિગતો સામે આવી છે. અરજદારોનાં નામે લાખો રૂપિયાની લોન મેળવી કરોડો રૂપિયાનો બોજો નાખનાર ઠગની પોલીસે ધરપકડ કરી છે. જેમાં અમદાવાદના આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બે આરોપીની ધરપકડ કરાવામાં આવી છે. જો કે મુખ્ય આરોપી એવા બેંક મેનેજર હજુ ફરાર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

વેપારી અને તેમના ભાભીના નામે બોગસ ડોક્યુમેન્ટના આધારે લોન મેળવી

અમદાવાદના આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરેલા બે આરોપી તેજસ પટેલ અને હિરેન નિમાવત છે. આ બંને આરોપીએ વેપારીને બેંકમાં પાંચ લાખની સીસી લોન પાસ કરાવવાની મદદ કરવાના બહાને છેતરપીંડી કરી છે. આરોપીઓએ ઘોડાસર ખાતે આવેલી ગુજરાત મર્કન્ટાઈલ કો.ઓપરેટિવ બેંકના મેનેજર અને આ કેસના ફરાર આરોપી પૂર્વેશ પરીખ સાથે મળી આ છેતરપિંડી આચરી છે. આરોપીઓએ ફરિયાદી નોંધાવી છે કે વેપારી અને તેમના ભાભીના નામે બોગસ ડોક્યુમેન્ટના આધારે લોન મેળવી ફરાર થઇ ગયા હતા.

કુલ 1.32 કરોડનો બોજો ફરિયાદીના માથે હોવાનું સામે આવતા ફરિયાદ નોંધાવામાં આવી

જેમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા એજન્ટ હર્ષદ પટેલે ફરિયાદીની કંપનીના નામે લોન અપાવવાની લાલચે પૂર્વેશ પરીખ સાથે મુલાકાત કરાવી હતી. જે પૂર્વેશ અરજદાર અને તેમની ભાભીના ડોક્યુમેન્ટ મેળવી સીસી લોન અપાવવાના બહાને 45 – 45 લાખની બે અલગ અલગ લોન પાસ કરાવી ઠગાઈ કરી હતી પરંતુ ફરિયાદીને બેંકની નોટિસ મળતા આખો મામલો સામે આવ્યો. જે બાદ તપાસ કરતા કુલ 1.32 કરોડનો બોજો ફરિયાદીના માથે હોવાનું સામે આવતા ફરિયાદ નોંધાવામાં આવી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ ગુનામાં મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચે તે પહેલા જ તે ફરાર થઇ ગયો.જો કે અરજદારની પૂછપરછ અને પોલીસ તપાસમાં અન્ય પાંચથી છ લોકો આજ રીતે ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે તેમની પૂછપરછ અને નિવેદનના આધારે વધુ ગુના નોંધવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને વધુ આરોપીઓની ધરપકડ બાદ છેતરપીંડીની રકમ અને ભોગ બનનારનો આંકડો કેટલે પહોંચે છે તે જોવું રહ્યું

Previous Post Next Post