Ahmedabad: બોપલ વિસ્તારમાં બાળક ચોરી જતી ગેંગ ફરતી હોવાની અફવાથી લોકોમાં ભય, સોસાયટીના ચેરમેને અફવાથી બચવા કરી અપીલ | Ahmedabad: Rumors of child stealing gangs roaming in Bhopal area scare people, society chairman appeals to avoid rumors

Ahmedabad: શહેરમાં ફરી બાળક ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવા ફેલાઈ છે. બોપલ વિસ્તારમાં આ પ્રકારની અફવામાં ન આવવા સોસાયટીના ચેરમેને લોકોને અપીલ કરી છે અને લોકોને અફવાથી દૂર રહેવા જણાવ્યુ છે.

Ahmedabad: બોપલ વિસ્તારમાં બાળક ચોરી જતી ગેંગ ફરતી હોવાની અફવાથી લોકોમાં ભય, સોસાયટીના ચેરમેને અફવાથી બચવા કરી અપીલ

બાળક ચોરીની અફવા

અમદાવાદ (Ahmedabad) ના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના અપહરણ (Kidnapping) કરતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવાના પગલે કેટલાક વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા (Social Media)માં ફેલાવવામાં આવતા સમાચારને કારણે આ અફવાએ જોર પકડ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ દરરોજ બાળકોને ઉઠાવી જવાની ટોળકીના ખોટા મેસેજ પોલીસને મળે છે. જેથી પોલીસે અપીલ કરી છે કે આવી અફવાઓથી દૂર રહેવું. જોકે હાલ તહેવારો સમયે આવી અફવા સામે આવતા નાના બાળકોના માતા-પિતા ચિંતિત બન્યા છે.

શહેરમાં છેલ્લા 20 દિવસથી બાળકોને ઉઠાવી જતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવા વચ્ચે લોકોમાં ભય ફેલાયો છે. જોકે પોલીસ ચોપડે આવી એક પણ ફરિયાદ નોંધાઇ નથી. ત્યારે બોપલ વિસ્તારમાં પણ બાળક ઉઠાવી જતી ગેંગ ફરતી હોવાની અફવા ચાલતી હોવાથી સોસાયટીના ચેરમેનોએ રહીશોને આવી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

બોપલમાં વિસ્તારમાં વોટ્સએપ ગૃપમાં બાળકો ઉપાડી જતી ગેંગના ફોટો-વીડિયો વાયરલ

અમદાવાદના બોપલ વિસ્તારમાં વોટ્સએપ ગ્રૂપમાં બાળકો ઉપાડી જતી ટોળકીના ફોટો-વીડિયો વાયરલ થતા અફવાનું જોર પકડાયું છે. જેમાં અજાણી સ્ત્રી સોસાયટીમાં રમતા બાળકને લાલચ આપીને ઉઠાવી જતી હોવાની અફવા ચાલી રહી છે. પરતું આવો કોઈ બનાવ બન્યો નથી જેને લઈ બોપલ પોલીસ પણ તમામ સોસાયટીના ચેરમેનઓને એક ઈમેઈલ માધ્યમથી જણાવ્યું હતું કે આવી અફવાઓથી દૂર રહેવું અને શંકાસ્પદ વ્યક્તિ હોય જેની જાણ પોલીસને કરવી. ત્યારે સાઉથ બોપલમાં આવેલ સફલ પરીસરના સેક્રેટરી પણ કહેવું છે કે તકેદારીના ભાગ રૂપે સોસાયટી ના સભ્યોને આ રીતે અફવા ન ફેલાવી અને પોતાના બાળકોનું ધ્યાન રાખવા જણાવ્યું છે.

સાઉથ બોપલમાં આવેલી આરોહી ક્રેસ્ટના વાઇસ ચેરમેન જલ્દી મહેતાનું કહેવું છે કે આ બાળ તસ્કરીની અફવાને પગલે હાલ સોસાયટીઓ દ્વારા સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવીથી શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર ધ્યાન રાખી રહ્યા છે. ત્યારે અફવાને લઈ લોકોમાં એક ભયનો માહોલ ફેલાતા સાઇકલ અથવા વાહન લઈને સ્કૂલે જતા બાળકોને તેમના વાલીઓ વાહન પર લેવા મુકવાનું શરૂ કર્યું છે. બાળકોને એકલા બહાર રમવા જવા દેતા નથી અને વાલીઓ તેમની આસપાસ રહે છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટો-વીડિયો અફવા પર ધ્યાન ન આપી કાયદો હાથમાં ન લેવા સોસાયટી ના ચેરમનો અપીલ કરી છે.

Previous Post Next Post