Ahmedabad કોર્પોરેશન કોન્ટ્રાકટરોને ભાવવધારો આપી કરોડોની લ્હાણી કરતું હોવાનો વિપક્ષનો આક્ષેપ | Opposition alleges Ahmedabad Corporation is ripping off crores by giving price hikes to contractors

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની(Ahmedabad)  તિજોરી તળિયા ઝાટક છે તો બીજી તરફ રોડ એન્ડ બીલ્ડીંગ કમીટી દ્વારા કોન્ટ્રેક્ટરોને ભાવ વધારાના (Price Hike)  નામે કરોડોની લહાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ  વિપક્ષ કોંગ્રેસના(Congress)  નેતા શહેઝાદખાન પઠાણે કર્યો છે.

Ahmedabad કોર્પોરેશન કોન્ટ્રાકટરોને ભાવવધારો આપી કરોડોની લ્હાણી કરતું હોવાનો વિપક્ષનો આક્ષેપ

Ahmedabad Corporation

Image Credit source: File Image

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની(Ahmedabad)  તિજોરી તળિયા ઝાટક છે તો બીજી તરફ રોડ એન્ડ બીલ્ડીંગ કમીટી દ્વારા કોન્ટ્રેક્ટરોને ભાવ વધારાના (Price Hike)  નામે કરોડોની લહાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ  વિપક્ષ કોંગ્રેસના(Congress)  નેતા શહેઝાદખાન પઠાણે કર્યો છે. તેમજ જણાવ્યું છે કે અમદાવાદ કોર્પોરેશન દેવાના(Debt)  ડુંગર હેઠળ દબાયેલુ છે, પ્રાથમિક સુવિધાના કેટલાય કામો નાંણાકીય ખેંચ ને કારણે અટવાયેલા છે. પ્રાથમિક સુવિધાના કામો માટે GSFS પાસે થી 350 કરોડ ની લોન લેવી પડી છે, વર્લ્ડ બેંક પાસે 3000 કરોડની લોન લેવા માટે ની કાર્યવાહી ચાલુ છે આવા સંજોગોમા રોડ એન્ડ બીલ્ડીંગ કમીટીની તા 05 .09.2022 ની મીટીંગ ભાવ વધારા સાથે ટેન્ડર ની દરખાસ્તો લાવવામા આવી છે

અંદાજીતભાવથી 26.50 ટકા સાથે બીટયુમીનનો ભાવ તફાવતનું  ટેન્ડર અપાયું

ભાવ વધારા સાથે લાવવામા આવેલી દરખાસ્તો મા પૂર્વ ઝોનમા રામોલ હાથીજણ વોર્ડ મા નવી સ્કુલ ના પ્લોટમા સીનીય૨ સીટીજન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, તેમજ પ્લે ગ્રાઉન્ડ બનાવવાના કામ ના કોન્ટ્રેક્ટ૨ એન વી કન્સ્ટ્રકશન ને અંદાજી ભાવ થી 2.96 ટકા વધુ ભાવના 1,43,97, 547 નુ ટેન્ડર, પશ્ચિમ ઝોન ના જુદા જુદા વોર્ડ મા રસ્તાઓ રીસરફેસ કરવાના કામ ના કોન્ટ્રાક્ટર એપેક્ષ પ્રોટેક એલએલ પી ને અંદાજી ભાવ થી 9.71 ટકા વધુ મા 24,18,44,940 નુ ટેન્ડર તેમા બીટયુમીન ના ભાવ તફાવત પેટે 3,62,76,741 ની જોગવાઇ સાથે કુલ 27,81,21,681 નુ ટેન્ડર, દક્ષિણ ઝોન ના લાંભા વોર્ડ મા રોડ સબબેઝ લેવલે બનાવવા તથા રીસરફેસ કરવાનુ આર એસ પટેલ એન્ડ કંપની ને અંદાજીતભાવ થી 26.50 ટકા વધુ એટલે કે 9,57,72,569 સાથે બીટયુમીનનો ભાવ તફાવત નુ ટેન્ડર, દક્ષિણ પશ્ચિમ ઝોન મા અમદાવાદ બોટાદ રેલ્વે લાઇન ઉપર વેજલપુર આંનદ નગર કનેક્ટ થતા રોડ પર રેલ્વે ઓવરબિજ બનાવવાના કામ ના અંદાજી ભાવ થી 16.85 ટકા વધુ રૂપિયા 66,76,18,768, ના ટેન્ડ૨ સાથે આરબીઆઇ ઇન્ડેક્ષ આધારિત ફોર્મુલા મુજબ સ્ટીલ,સીમેન્ટ,સ્ટ્રક્ચરલ સ્ટીલ, લેબર, મટીરીયલ તેમજ બીટયુમીન ના વધારા અથવા ઘટાડા ની શરત સાથેનુ ટેન્ડ૨ આપવામાં આવ્યું છે.

દક્ષિણ પશ્ચિમ ઝોન ના અમદાવાદ રેલ્વે લાઇન ના.કોસીંગ નં ૨૪ ઉ૫૨ ટોરેન્ટ પાવર મકરબા થી એસજી રોડ ને કનેક્ટ થતા રસ્તા ઉ૫૨ રેલ્વે ઓવર બિજ બનાવવાના કામ નુ અંદાજી ભાવ થી 14.04 ટકા વધુ ના ટેન્ડર આશિષ બીજકોન પ્રા.લી. ને આરબીઆઇ ઇન્ડેક્ષ ની ફોર્મ્યુલા આધારિત મુજબ સ્ટીલ, સીમેન્ટ,સ્ટ્રક્ચરલ સ્ટીલ, લેબર, મટીરીયલ તેમજ બીટયુમીન ના વધારા અથવા ઘટાડા ની શરત સાથેનુ ટેન્ડ૨, ઉત્ત૨શ્ચિમ ઝોન ના અમદાવાદ વિરમગામ રેલ્વે લાઇન ૫૨ થલતેજ હેબતપુર ના રસ્તા ઉ૫૨ ફોરલેન ઓવરબ્રિજ નુ અંદાજી ભાવ થી 10.17 ટકા વધુ ભાવ નુ અંનતા પ્રોકોન પ્રા.લી.ને આરબીઆઇ ઇન્ડેક્ષ આધારિત ફોર્મુલા મુજબ સ્ટીલ,સીમેન્ટ,સ્ટ્રક્ચરલ સ્ટીલ, લેબર, મટીરીયલ તેમજ બીટયુમીન ના વધારા અથવા ઘટાડા ની શરત સાથેનુ ટેન્ડર, દક્ષિણ પશ્ચિમ ઝોન ના સરખેજ વોર્ડ ના શકરી તળાવ અને તળાવ ની ફરતે ડેવેલપમેન્ટ કરવાના કામ નુ અંદાજી ભાવ થી 14.20 ટકા વધુ નુ સંકલ્પ ઇન્ફ્રાકોનને ટેન્ડર, પશ્ચિમ ઝોન ના જુદા જુદા વોર્ડ મા હેન્ડલેઇંગ અથવા પેવર થી પેચવર્ક કરવાનુ અંદાજી ભાવ થી 14.40 ટકા વધુનુ ટેન્ડ૨ રોલર સેન્ટરને,

જે દર્શાવે છે કે એક તરફ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન ની તીજોરી તળીયા ઝાટક છે અને બીજી તરફ બીટયુમીન ના ભાવ વધારો તથા આરબીઆઇ ની ભાવ તફાવત અને એસઓઆર ના નામે કોન્ટ્રાક્ટરો ને કરોડો ની લ્હાણી કરવામા આવે છે. ખરેખર તો પ્રજા ના ટેક્ષ ના નાંણા કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઇએ તેની જગ્યાએ કોન્ટ્રાક્ટરો ની ઝોળી ભરવામા આવે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ તમામ ભાવવધારા વાળી દ૨ખાસ્તો પર ફેરવિચારણા કરવાની અને આ બાબતે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી એસઓઆર અંગે ની નવી નીતી બનાવી પારદર્શી વહીવટ કરવાની વીનંતી કરવામા આવે છે અન્યથા આ તમામ દ૨ખાસ્તો બાબતે કોંગ્રેસ પક્ષ નો વિરોધ છે.

Previous Post Next Post