Ahmedabad: PM મોદી આવશે ગુજરાત, 30મીએ તારંગા હિલ- અંબાજી અને આબુરોડ બ્રોડગેજ રેલવે લાઈનનું કરશે ભૂમિપૂજન | Ahmedabad: PM Modi will come to Gujarat, on 30th he will lay the foundation stone of Taranga Hill Ambaji and Abu Road Broad Gauge Railway Line

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી 29 અને 30 સપ્ટેમ્બર એમ બે દિવસ ગુજરાત આવશે. આ દરમિયાન તેઓ 36માં નેશન ગેમ્સના ઉદ્દઘાટન સમારોહમાં ભાગ લેશે. 30મી સપ્ટેમ્બરે પીએમ મોદી તારંગા હિલ-અંબાજી- આબુરોડ બ્રોડગેજ રેલવે લાઈનનું ભૂમિપૂજન પણ કરાવશે.

Ahmedabad: PM મોદી આવશે ગુજરાત, 30મીએ તારંગા હિલ- અંબાજી અને આબુરોડ બ્રોડગેજ રેલવે લાઈનનું કરશે ભૂમિપૂજન

PM નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (Narendra Modi) આગામી 29 અને 30 સપ્ટેમ્બરના રોજ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેમાં 29મી સપ્ટેમ્બરના રોજ સાંજે મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મા નેશનલ ગેમ્સ (National Games) ઉદ્ઘાટન સમારોહમાં તેઓ ભાગ લેશે. આ કાર્યક્રમમમાં સવા લાખ લોકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ સ્થળે સલામત રીતે લોકો પહોંચી શકે તેને લઈને વહીવટીતંત્રે સુસજ્જ વ્યવસ્થા ગોઠવી છે. 3000 જેટલી બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) આવશે,પાર્કિંગ માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં અવ્યવસ્થા અને ટ્રાફિકજામ ન સર્જાય તેના માટે અંદાજે 1500 ટ્રાફિકના પોલીસના જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે.

ટ્રાફિકજામ ન થાય તે માટે 9 ઈન્ટર સેક્ટર વાન, 45 જેટલી ક્રેઈનનો ઉપયોગ કરાશે. તેમજ પ્રથમ વાર 5 ડ્રોન કેમેરાથી ટ્રાફિકજામ થયેલી જગ્યાની માહિતી કંટ્રોલરૂમને અપાશે અને તાત્કાલિક ટ્રાફિકજામ દુર થાય તેવી વ્યવસ્થા કરાશે. દરેક જંકશન પર બોડીવોર્ન કેમેરા સાથે પોલીસનું અસરકારક પેટ્રોલિંગ રહેશે. રાત્રીનું આયોજન હોવાથી મનપા દ્વારા મેડિકલ સાથે ORS,પીવાના પાણીની તેમજ વોશરૂમની સુવિધા રાખવામાં આવી છે, લાઉડ સ્પીકર સિસ્ટમ પણ સજ્જ કરાઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આયોજિત કાર્યક્રમને પાંચ સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે. દરેક સેક્ટરમાં SP કક્ષાના અધિકારીઓ સુપર વિઝન કરશે.

તારંગા હિલ- અંબાજી- આબુરોડ બ્રોડગેજ રેલવે લાઈનનું ભૂમિપૂજન

30 મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારંગા હિલ- અંબાજી- આબુરોડ બ્રોડગેજ રેલવે લાઈનનું ભૂમિપૂજન કરશે. 2700 કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ પામનારી આ રેલવે લાઇનનું કામ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થશે. આ રેલવે લાઈનની લંબાઈ 116 કિલોમીટરની હશે. 6 રિવર ક્રોસીંગ ધરાવતી તારંગાથી આબુરોડ સુધીની આ રેલવે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે, જે 60 ગામડાઓમાંથી પસાર થશે. આ રેલવે લાઈનના નિર્માણથી ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના 104 ગામડાઓને લાભ થશે. આ લાઈન પર અંબાજીમાં તેની ભવ્યતા અનુસાર શક્તિપીઠની થીમ આધારિત ડિઝાઇન અને અદ્યતન સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે તારંગા હિલ્સ રેલવે સ્ટેશનની પણ જૈન સ્થાપત્યકલાના આધારે ડીઝાઈન કરવામાં આવશે.

ગુજરાતને વંદે ભારત ટ્રેનની પણ આપશે ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના હોમ સ્ટેટને વધુ એક મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. વડાપ્રધાન 30 સપ્ટેમ્બરે રાજ્યની રાજધાની ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.

أحدث أقدم