Ambaji માં ભાદરવી પૂનમના મેળાને લઇને સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, પાંચ હજાર જવાન ખડેપગે | Security arrangements made for Bhadarvi Poonam fair in Ambaji five thousand Police jawans Deployed

વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી(Ambaji) ખાતે આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો(Bhadarvi Poonam fair)  યોજાશે. જેમાં સોમવારે અંબાજી મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકાશે.આગામી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલશે.

Ambaji માં ભાદરવી પૂનમના મેળાને લઇને સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, પાંચ હજાર જવાન ખડેપગે

Ambaji Temple

Image Credit source: File Image

વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી(Ambaji) ખાતે આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો(Bhadarvi Poonam fair)  યોજાશે. જેમાં સોમવારે અંબાજી મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકાશે.આગામી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલશે. અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મેળો કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો.બે વર્ષના લાંબા વિરામ બાદ આ ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે.જેને લઈ ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે..અને મેળા પહેલા જ અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે..તો બીજી તરફ છ દિવસના મેળાને લઇને વહીવટ તંત્ર પણ એલર્ટ બન્યું છે. શ્રદ્ધાળુંની સુરક્ષા માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે..મેળા દરમિયાન 5 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે તૈનાત રહેશે.તો આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે અને વિવિધ સ્થળોએ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે..જ્યારે યાત્રીકોને મુસાફરીમાં કોઇ તકલીફ ન પડે તે માટે એસટી વિભાગે પણ અલાયદી વ્યવસ્થા કરી છે.

બનાસકાંઠા પોલીસ દ્વારા 48 જેટલા પોલીસ સહાયતા કેદ્રો ઉભા કરવામાં આવ્યા

જેમાં બનાસકાંઠા પોલીસ દ્વારા 500થી વધારે પોઇન્ટ પર 5000 પોલીસ/ SRP/HG/GRDના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ 50 જેટલા મોબાઈલ પેટ્રોલિંગ રુટ ઉપર 24*7 પોલીસ વાન , મોટરસાયકલ , ઘોડેસવાર દ્વારા ચાંપતી નજર રખાશે. તેમજ 325થી વધારે CCTV કેમેરા અને 10 જેટલા PTZ કેમેરાને FRS ( facial recognition systi ) સાથે જોડી તમામ અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ રૂમ દ્વારા સતત નજર રખાશે. આ ઉપરાંત 48 બોડી વોર્ન કેમેરા , 35 વિડિઓ ગ્રાફર , 4 ડ્રોન કેમેરા , 13 વૉચ ટાવર અને 10 BDDS ટીમ દ્વારા પણ ચાંપતી  નજર રાખવામાં આવશે.આ વખતે પ્રથમ વખત બનાસકાંઠા પોલીસ દ્વારા 48 જેટલા પોલીસ સહાયતા કેદ્રો ઉભા કરવામાં આવ્યા છે જેથી કોઈ પણ માઇ ભક્ત ને કોઈ પણ સમયે તત્કાલ મદદ કરી શકાય.

51 શક્તિ પીઠ શર્કલ થી ગબ્બર શર્કલ સુધી નો રસ્તો ” નો વેહિકલ ઝોન

અંબાજી ની તરફ આવતા રસ્તાઓ ઉપર આ વખતે 22 જેટલા વાહન પાર્કિંગ પ્લોટ બનાવામાં આવ્યા છે અને ત્યાં પોલીસ ની 24*7 હાજરી રહેશે જેથી કોઈ ને પણ તકલીફ ના પડે. અંબાજી મંદિર માં આવતી તમામ વસ્તુ ને બેગેજ સ્કેનર દ્વારા ચેક કરી ને બાદજ અંદર લાવી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. 51 શક્તિ પીઠ શર્કલ થી ગબ્બર શર્કલ સુધી નો રસ્તો ” નો વેહિકલ ઝોન ” તરીકે રાખવામાં આવેલ છે જેથી શ્રદ્ધાળુઓને શાંતિ થી દર્શન કરવામાં મુશ્કેલી ના પડે અને કોઈ જગ્યા પાર ભીડ ના થાય. ગબ્બર પર્વત પર અને તેની ફરતે પ્રદક્ષીણા પાથ ઉપર , લાઈટ એન્ડ સાઉન્ડ શૉ ઉપર પણ પોલિસ પોઇન્ટ મુકવામાં આવ્યા છે.

રેડિયો ચેનલ મારફતે 252 વોકી ટોકી સેટ અને 18 સ્ટેટિક સેટ ને મુખ્ય કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યા

જ્યારે દરેક નદી નાળા , ઝરણાં ઉપર પણ પોલીસ ટીમો સ્થાનિક તરવૈયા સાથે તૈનાત કરવામાં આવી છે. જંગલ ના નાના રસ્તાઓ ઉપર ઘોડે સવારો ની એક અલગ થી ટીમ રહેશે. તેમજ મહિલાઓ ની સુરક્ષા માટે ખાસ 7 જેટલી SHE ટીમ ખાનગી કપડામાં માં રહી નજર રાખશે. પોલીસ દ્વારા કૉમ્યૂનિકેશન માટે વિશેષ પ્લાન બનાવાયો છે જેમાં ગબ્બર પર્વત ઉપર રિપીટર સ્ટેશન મારફત એક અલગ જ રેડિયો ચેનલ મારફતે 252 વોકી ટોકી સેટ અને 18 સ્ટેટિક સેટ ને મુખ્ય કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવેલ છે.

આકસ્મિક માટે ગેટ ન . 5 અને 6 રાખવામાં આવેલ છે

આ ઉપરાંત કોઈ પણ મદદ માટે અંબાજી ખાતેજ DIAL 100 એકટીવેંટ કરવામાં આવેલ છે. મંદિર ખાતે દર્શન માટે આવવા માટે શક્તિ દ્વાર અને બહાર જવા માટે ગેટ ન. : 7 , 8, 9 રાખવામાં આવેલ છે. તથા આકસ્મિક માટે ગેટ ન . 5 અને 6 રાખવામાં આવેલ છે. પદયાત્રીઓ અને ભાદરવી પુનમીયા સંઘો શાંતિ થી ચાલી શકે અને અકસ્માત ની સંભાવના નિવારી શકાય તે માટે અંબાજી તરફ જતા રસ્તાની ડાબી લેન માત્ર તેમના માટે જ સુરક્ષિત રહેશે , જયારે બાકીના વાહનો રસ્તાની જમણી તરફ ચાલી શકશે તેવું આયોજન કરવામાં આવેલ છે. અને સાથે સાથે તમામ સેવા સંઘો પણ રસ્તાની ડાબી તરફ જ રાખવામાં આવેલ છે જેથી કોઈ  પણ પદયાત્રી ને રોડ ક્રોસ કરવાની જરૂર પડશે નહિ.

નાના બાળકો ઘણી વાર પોતાના પરિવાર થી ભૂલા પડતા હોઈ છે તો તેમને જલ્દી થી મેળવી શકાય તે માટે તમામ બાળકો ને RFID tag વાળો card આપવામાં આવશે. બનાસકાંઠા પોલીસ તમામ માઇ ભક્તો અને લોકો ની મદદ માટે 24*7 હાજર રહેશે.

أحدث أقدم