Tuesday, September 27, 2022

Anand: લોટીયા ભાગોળ નજીક નિર્માણાધિન દાંડી ઓવરબ્રિજની દીવાલ થઈ ધરાશાયી | Anand: The wall of the under construction overbridge collapsed near Lotiya Bhaghol

આણંદના લોટીયા ભાગોળ નજીક વિસ્તારમાં નિર્માણાધિન દાંડી ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થઈ છે. પુલના નિર્માણ કામની વચ્ચે જ બ્રિજની એક દીવાલ ધરાશાયી થતા કોન્ટ્રાક્ટર પર સવાલો ઉઠ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Sep 27, 2022 | 9:00 PM

Anand: આણંદના લોટીયા ભાગોળ નજીક વિસ્તારમાં નિર્માણાધિન દાંડી ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થઈ છે. પુલના નિર્માણ કામની વચ્ચે જ બ્રિજની એક દીવાલ ધરાશાયી થતા કોન્ટ્રાક્ટર પર સવાલો ઉઠ્યા છે. મહત્વનું છે કે, 1 ઓકટોબર સુધીમાં બ્રિજ તૈયાર કરવા જિલ્લા કલેક્ટરે કોન્ટ્રાક્ટરને સુચના આપી હતી. પરંતુ તે પૂર્વે જ ઓવરબ્રિજના કોન્ટ્રાકટરની બેદરકારી ખુલીને સામે આવી છે. નબળી ગુણવત્તા વાળા બ્રિજનું નિર્માણ થયું હોવાનું ખુલ્યું છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં પણ રોષ ભભૂક્યો છે.

 


 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.